BREAKING NEWS

નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલમાં ગુજરાતના સૌ પ્રથમ આધુનિક ટેક્નોલોજી મશીનથી ઝડપી-સચોટ સારવાર શક્ય બનશે

  • October 19, 2026 02:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેન્સર જેવા ગંભીર રોગની સારવાર યોગ્ય રીતે અને સમયસર મળી રહે તો કેન્સર જેવા જીવલેણ રોગને ચોક્કસ પણે મ્હાત આપી શકાય છે. ત્યારે રાજકોટમાં કેન્સરની નાના અને મધ્યમ વર્ગને પરવળે એ પ્રકારે એ પ્રકારેની દરેક સારવાર નાથાલાલ પારેખ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ હેઠળ કાર્યરત કેન્સર સોસાયટી દ્વારા આપવામાં આવી રહી છે, વધુમાં વધુ લોકો કેન્સરની બીમારીમાંથી સ્વસ્થ બને એ ધ્યેય સાથે કામ કરતી કેન્સર સોસાયટીમાં આવતા દર્દીઓના ચોક્કસ અને આધુનિક નિદાન માટે ટ્રુ બીમ રેડિયો થેરાપી મશીનનું લોકાર્પણ કેન્સર સોસાયટીના સ્થાપના દિવસે એટલે કે આવતી કાલે તા.20 દશેરાના રોજ કરવામાં આવનાર છે. આ આધુનિક ટેક્નોલોજી આધારિત મશીન કેન્સરની 20 જેટલી મગજની ગાંઠને જરૂરી પ્રમાણમાં રેડિયેશન આપવાની સાથે તેની આસપાસનાં અંગો નુકશાન થતું બચાવશે. જેનાથી દર્દીઓનું નિદાન ઝડપી અને સચોટ થઈ શકશે.


ટ્રુ બીમ મશીનમાં મોશન મેનેજમેન્ટની સુવિધા પણ છે. શ્વાસોચ્છવાસ સાથે હલનચલન કરતા ફેફસાં, સ્તન, લીવર, સ્વાદુપિંડ અને પિત્તાશય જેવા અવયવોના કેન્સરની સારવારમાં આ ટેકનોલોજી ઉપયોગી થઈ શકે છે. તેનાથી આસપાસનાં સામાન્ય અંગોને ઓછો ડોઝ મળે અને ગાંઠને જરૂરી માત્રામાં ડોઝ આપી શકાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્સરની સંપૂર્ણ સારવારમાં સર્જરી, કિમોથેરાપી અને રેડિયેશન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. રાજકોટ કેન્સર સોસાયટીની નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલમાં દરરોજ આશરે 200 કેન્સરના દર્દીઓને રેડિયેશન સારવાર આપવામાં આવે છે. રાજકોટ કેન્સર સોસાયટી માટે આ માત્ર નવા મશીનનું લોકાર્પણ નથી, પરંતુ દર્દીઓને વધુ સારી કેન્સર સારવાર ઉપલબ્ધ કરાવવાની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application