ટ્રમ્પના ટેરિફથી માત્ર અમેરિકન શેરબજારમાં જ ભૂચાલ આવ્યો નથી, પરંતુ અમેરિકન અબજોપતિઓ પર પણ તેની અસર પડી છે. ટેરિફના કારણે ઈલોન મસ્ક, જેફ બેઝોસ, માર્ક ઝુકરબર્ગ, વોરેન બફેટ, લેરી પેજ, લેરી એલિસન, સ્ટીવ બાલ્મર, સેર્ગેઈ બ્રિન અને બિલ ગેટ્સની સંપત્તિ પર ભારે અસર પડી. માર્ક ઝુકરબર્ગ ૨૦૦ બિલિયન ડોલરના ક્લબમાંથી બહાર રહી ગયા.
આખી ટોપ-૧૦ યાદી રેડ ઝોનમાં છે
વોલ સ્ટ્રીટમાં આવેલા ભૂકંપને કારણે ટેક કંપનીઓના શેર ગગડી ગયા હતા. આ કારણે, ધનિકોની યાદીમાં ઉથલપાથલ થઇ છે. આખી ટોપ-૧૦ યાદી રેડ ઝોનમાં છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સમાં નંબર વનથી 17મા સ્થાન પર રહેલા અબજોપતિઓનો ગઈકાલે ખૂબ જ ખરાબ દિવસ રહ્યો.
ઈલોન મસ્કને ૧૧ બિલિયન ડોલરનું નુકસાન થયું
ઈલોન મસ્કને ૧૧ બિલિયન ડોલરનું નુકસાન થયું. હવે તેમની કુલ સંપત્તિ ઘટીને 322 બિલિયન ડોલર થઈ ગઈ છે. જેફ બેઝોસની કુલ સંપત્તિ ૧૫.૯ અબજ ડોલર ઘટીને ૨૦૧ અબજ ડોલર થઈ ગઈ. માર્ક ઝુકરબર્ગને ૧૭.૯ બિલિયન ડોલરનું નુકસાન થયું છે. હવે તે ૨૦૦ બિલિયન ડોલરના ક્લબમાંથી બહાર થઈ ગયો છે. તેમની પાસે હવે ૧૮૯ બિલિયન ડોલરની સંપત્તિ છે.
વોરેન બફેટને 2.57 બિલિયન ડોલરનું નુકસાન
વોરેન બફેટને 2.57 બિલિયન ડોલરનું નુકસાન થયું છે. બિલ ગેટ્સને સૌથી ઓછું 291 મિલિયન ડોલરનું નુકસાન થયું. લેરી એલિસનને 8.10 બિલિયન ડોલરનું નુકસાન થયું છે અને લેરી પેજને 4.79 બિલિયન ડોલરનું નુકસાન થયું છે. સ્ટીવ બાલ્મરને 2.25 બિલિયન ડોલર અને સેર્ગેઈ બ્રિને 4.46 બિલિયન ડોલર ગુમાવ્યા.
ગુરુવાર જૂન 2020 પછી S&P 500 માટે સૌથી ખરાબ દિવસ હતો
ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ પર રોકાણકારોની પ્રતિક્રિયા એવી હતી કે ગઈકાલે એસ એન્ડ પી 500 એ 2020 પછીનો સૌથી મોટો એક દિવસીય ઘટાડો નોંધાવ્યો. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 4.0 ટકા અથવા 1,600 પોઈન્ટથી વધુ ઘટીને 40,545.93 પર બંધ થયો. આ ગુરુવાર જૂન 2020 પછી S&P 500 માટે સૌથી ખરાબ દિવસ હતો. એસ એન્ડ પી 4.8 ટકા ઘટીને 5,396.52 પર બંધ થયો. નાસ્ડેક કમ્પોઝિટ 6.0 ટકા ઘટીને 16,550.60 પર બંધ થયો. માર્ચ 2020 પછીનો આ સૌથી મોટો ઘટાડો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકામાં મેઘાના આગમને સમુદ્રમાં ૧ર થી ૧પ ફૂટ મોજાં ઉછળ્યા
June 17, 2025 12:31 PMદ્વારકામાં ટ્રાફીકનો નિયમ ભંગ કરનાર દંડાયા : ૧૭ વાહન ડિટેઇન
June 17, 2025 12:23 PMમશ્કરી... હાલારની ર૯૯ સરકારી શાળાને સાધનો, ખર્ચ માટે રૂ. ૫૦૦૦ ની ગ્રાન્ટ !
June 17, 2025 12:19 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર: વાતાવરણમાં ઠંડક પ્રસરી
June 17, 2025 12:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech