જૂનાગઢ જિલ્લામાં બેસતા વર્ષે વિસાવદર તાલુકાના ખાંભા ગીર અને કેશોદ માંગરોળ રોડ પર વાહનોની ઠોકરે બે યુવકોના કરુણ મોત થયા હતા. નવા વર્ષે જ થયેલા અકસ્માતથી પરિવારમાં ગમગીની છવાઈ છે. પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ વિસાવદરમાં રહેતા વિજય વલકુભાઈ વાઘેલા અને તેનો સંબંધી ભાઈ રવિ બંને મોટરસાયકલ નંબર જીજે ૧૧ એસડી ૬૪૨૫ પર ફરવા નીકળેલા હતા. ખાંભા ગીર પાસે સામેથી બેફામ ઝડપે આવેલ મોટરસાયકલ નંબર જીજે ૧૧ સી એચ ૭૯૬૬ના ચાલકે વિજયભાઈની મોટરસાયકલ સાથે અથડાવતા વિજયભાઈ અને રવિ બંને ફંગોળાયા હતા. બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા. જેમાં વિજયભાઈનું ગંભીર ઈજા થવાથી મોત થયું હતું. અકસ્માત અંગે મૃતકના પિતા વલકુભાઈ વાઘેલાએ વિસાવદર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા મોટરસાયકલ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
નવા વર્ષે થયેલા અકસ્માતના અન્ય બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ માંગરોળ બંદર વિસ્તારમાં રહેતા નારણભાઈ મચ્છના કૌટુંબિક ભાઈ કેતનભાઇ હરજીભાઈ મરછ તા.૧૦ નવેમ્બરે બપોરે તેની મોટરસાયકલ પર માંગરોળ બંદરથી કેશોદ તરફ જતા હતા તે સમયે બેફામ ઝડપે આવેલી ઇકો એમ્બ્યુલન્સ નંબર જીજે૧૧ ૮૦૬૦ના ચાલકે કેતનભાઇની મોટરસાયકલને ઠોકરે ચડાવતા કેતનભાઇને માથામાં ગંભીર ઈજા થતા ઘટના સ્થળે જ મોત થયું હતું. અકસ્માત અંગે મૃતકના ભાઈ નારાયણભાઈએ કેશોદ પોલીસ સ્ટેશનમાં અજાણી ઇકો એમ્બ્યુલન્સ કારનાચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. નવા વર્ષે બેફામ ઝડપે જતા વાહન હડફેટે બે યુવકોના મોત નીપજ્યાના બનાવથી પરિવારમાં ગમગીની છવાઈ છે. કેશોદ અને વિસાવદર પોલીસે અકસ્માત સર્જનાર વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application