BREAKING NEWS

અમદાવાદમાં સંબંધો લજવાયા: બે સાળાએ પાંચમાં માળેથી બનેવીને ધક્કો મારી હત્યા કરી

  • October 24, 2025 03:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

#aajkaal team


સુરતમાં બનેવીએ સાળાની હત્યા કર્યાની ઘટના બની હતી. ત્યારે અમદાવાદમાં બે સાળાએ બનેવીની હત્યા કર્યાની ઘટના સામે આવી છે. આ ઘટનાથી શહેરમાં ચકચાર મચાવી દીધી છે. 



મળતી માહિતી મુજબ, અમદાવાદના વાડજ વિસ્તારમાં કૌટુંબિક ઝઘડામાં  બે સાળાએ મળીને પોતાના બનેવીની નિર્મમ હત્યા કરી નાખી છે. મૃતક અને તેની પત્ની વચ્ચે કોઈ બાબતે લાંબા સમયથી અણબનાવ ચાલતો હતો. આ ઝઘડામાં પત્નીના ભાઈઓ હસ્તક્ષેપ કરવા આવ્યા હતા. મામલો પતાવવાને બદલે વાત ઉગ્ર બની હતી અને ઉશ્કેરાટમાં આવીને સાળાઓએ પોતાના જ બનેવીને પાંચમાં માળેથી ધક્કો મારી હત્યા કરતા અરેરાટી વ્યાપી ગઈ છે.



 સાળાઓએ ગુસ્સામાં પોતાના બનેવીને એપાર્ટમેન્ટના પાંચમા માળેથી નીચે ધક્કો મારી દીધો હતો. પાંચમા માળેથી નીચે પટકાતા બનેવીનું ઘટનાસ્થળે જ ગંભીર ઈજાઓને કારણે મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ આસપાસના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. કૌટુંબિક ઝઘડાને કારણે કરવામાં આવેલી આ ક્રૂર હત્યાએ સંબંધોની ગરિમાને કલંકિત કરી છે. આ ઘટના સાબિત કરે છે કે નાનો ઝઘડો પણ ક્યારેક કેટલો મોટો ગુનો કરાવી શકે છે.



આ ગંભીર બનાવની જાણ થતાં જ વાડજ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે સાળાઓ વિરુદ્ધ હત્યા (IPC 302)નો ગુનો નોંધીને તેમની ધરપકડ કરવાની તજવીજ શરૂ કરી દીધી છે. પોલીસ હવે ઝઘડાનું ચોક્કસ કારણ, હત્યા પાછળનો હેતુ અને કયા સંજોગોમાં આ કૃત્ય આચરવામાં આવ્યું તેની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આ ઘટનાથી લોકોમાં ગુસ્સો અને આશ્ચર્ય બંનેની લાગણી જોવા મળી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News