શહેર ના ખેડૂતવાસ વિસ્તારમાંથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂની ૫૭૬ બોટલ કિ.રૂ.૫૦,૬૮૮ સહિત કુલ રૂ.૩,૬૦,૬૮૮નાં મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા.
ભાવનગર એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે, અગાઉ ઈંગ્લીશ દારૂના કેસમાં પકડાયેલ હર્ષદ ઉર્ફે જર્મન ભીમજીભાઇ ગુજરીયા તથા તેનો માણસ કૃણાલ રમેશભાઇ ડાભી ખેડુતવાસ, હનુમાનદાદાના મંદિરવાળા ખાંચામાં, ડાભીના વાડામાં બલેનો કાર નંબર-ૠઉં-૦૪-ઉઅ ૧૨૮૫માં બહારથી વિદેશી દારૂનો જથ્થો ભરીને ઉભા છે. જે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરી હર્ષદ ઉર્ફે જર્મન ભીમજીભાઇ ગુજરીયા (ઉ.વ.૨૨ રહે.ચીમનનો ચોક,મેલડીમાંની ધાર,ખેડુતવાસ, ભાવનગર)અને કુણાલ રમેશભાઇ ડાભી (ઉ.વ.૨૨ રહે.પ્લોટ નં.૨૨૦,બાલા હનુમાનવાળા ખાંચામાં,ખેડુતવાસ, ભાવનગર)ને ઝડપી લઈ પૂછપરછ કરતા વિક્રમ દિલીપભાઇ મકવાણા (રહે.ક.પરા સંચાવાળો ચોક ભાવનગર)તેમજ પ્રતિક નલીનભાઇ પટેલ (રહે.આનંદનગર, ભાવનગર) અને ગોપાલ સુખાભાઇ બારૈયા રહે. સથરા તા. તળાજા જી. ભાવનગર) ના નામો આપતા વ્હાઇટ લેસ વોડકા ઓરેંજ ફલેવર્ડ ૧૮૦ ખકની બોટલ ૫૭૬ કિ.રૂ.૫૦,૬૮૮, બલેનો કાર નંબર ૠઉં-૦૪-ઉઅ-૧૨૮૫ કિ.રૂ.૩,૦૦,૦૦૦ અને મોબાઇલ કિં.રૂ.૧૦,૦૦૦ મળી કુલ રૂ.૩,૬૦,૬૮૮ નો મુદ્દામાલ કબ્જે કરી ત્રણેયને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ. વી.વી.ધ્રાંગુ તથા એલ.સી.બી. સ્ટાફના ઘનશ્યામભાઇ ગોહિલ, વિઠ્ઠલભાઇ બારૈયા તેમજ અનિલભાઇ સોલંકી સહિતના જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech