આ અંગેની હકીકત મુજબ, વેપારી નરેન્દ્રભાઈ રામાણીને કાલાવડ રોડ ઘનશ્યામ નગર મેઇન રોડ પર રહેતા બ્રાયન ઇન્ટરનેશનલના ભાગીદાર જયેશ અમૃતભાઈ વસોયા અને રજનીભાઈ અમૃતભાઈ વસોયાએ આર્થિક વ્યવહારના સંબંધના નાતે નરેન્દ્રભાઈ રામાણીના ભાઈ જેન્તીભાઈ રામાણી સાથે 20 વર્ષથી જુના સંબંધ હોવાથી બ્રાયન ઇન્ટરનેશનલ પેઢીમાં સ્લિપિંગ પાર્ટનર તરીકે લેવાની વાત કરી રોટલી સમક્ષ સમજૂતી કરાર કરી જેન્તીભાઈની તથા તેમના ભાઈ નરેન્દ્રભાઈ પાસે પેઢીમાં 30 લાખનું રોકાણ કરાવ્યું હતું અને એક વર્ષ સમય પસાર થયો છતાં હિસાબો નહીં
બતાવી ખોટા બહાના કાઢતા હતા. બાદ મૂળ રકમ રૂપિયા 30 લાખ પરત કરવા ચેક આપેલો હતો. જે ચેક બેંકમાંથી વગર વસુલાતે પરત ફરતા કાયદાકીય જોગવાઈ મુજબ નોટિસ પાઠવવા છતાં સમય મર્યાદામાં રકમ નહી ચૂકવતા અંતે કોર્ટમાં ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી. જે કેસ ચાલવા ઉપર આવતા ફરીયાદી વતી રજૂ કરવામાં આવેલા દસ્તાવેજી પુરાવાઓ અને એડવોકેટની દલીલો કોર્ટે માન્ય રાખી નેગો. ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ના ગુના સબબ આરોપીઓ બ્રાયન ઇન્ટરનેશનલના ભાગીદારો જયેશ અમૃતભાઈ વસોયા અને રજની અમૃતભાઈ વસોયાને તકસીરવાર ઠરાવી ૧ - ૧ વર્ષની કેદની સજા અને ચેક મુજબની રકમ વળતર 1 માસમાં વળતર તરીકે ન ચુકવે તો વધુ છ માસની કેદનો હુકમ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વાય. બી. ગામીતે કર્યો છે. આ કેસમાં ફરિયાદી તરફે પી એન્ડ આર લો ચેમ્બર રાજકોટના થારાશાસ્ત્રી અલ્પેશ વી. પોકીયા, વંદના રાજયગુરુ, કેતન જે.સાવલીયા, ભાર્ગવ પંડયા, અમીત ગડારા, પરેશ મૃગ, ડેનીશ વિરાણી, રૂષી ભુવા રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech