BREAKING NEWS

યુપીમાં સુરતના પ્રવાસીઓની ટ્રાવેલર ટ્રેલર સાથે અથડાઈ, બે લોકોનાં મોત

  • November 14, 2026 03:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઉત્તર પ્રદેશના આગ્રા-લખનઉ એક્સપ્રેસવે પર સુરતથી પ્રવાસ માટે ગયેલા લોકોની એક ટ્રાવેલર બસને અકસ્માત નડતા બસમાં સવાર બે મુસાફરોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા, જ્યારે અન્ય કેટલાક મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.


પ્રાપ્ત વિગતો અનુસાર, આ ટ્રાવેલર બસમાં ડ્રાઈવર સહિત કુલ ૧૨ જેટલા મુસાફરો સવાર થઈને મુસાફરી કરી રહ્યા હતા. મુસાફરી દરમિયાન જ્યારે આ વાહન આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પરથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે અચાનક જ રોડની વચ્ચે એક ટ્રેલર ઊભેલું હતું. પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રાવેલર બસ ચાલકને અગાઉથી અંદાજ ન આવતા તે રોડ પર ઊભેલા આ ટ્રેલરની પાછળ ધડાકાભેર અથડાઈ ગઈ હતી. ટક્કર એટલી બધી જોરદાર હતી કે ટ્રાવેલર બસના આગળના ભાગનો કૂચરો બોલી ગયો હતો અને તેના વ્હીર સહિતના ભાગો ઉડી ગયા હતા.


આ ભયાનક અકસ્માતમાં જીવ ગુમાવનાર બંને યાત્રીઓ ગુજરાતના સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના બોલાવ ગામના રહેવાસી હોવાનું સત્તાવાર રીતે સામે આવ્યું છે. એકસાથે ગામના જ બે વ્યક્તિઓના અચાનક અવસાનના સમાચાર મળતા ઓલપાડ પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.


દુર્ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને રાહત-બચાવ ટીમો ત્વરિત ઘટનાસ્થળે દોડી આવી હતી. બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢીને અન્ય ગંભીર ઇજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તબીબોની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી છે. સવાર-સવારમાં બનેલી આ આકસ્મિક દુર્ઘટનાના કારણે ઓલપાડના બોલાવ ગામ સહિત સમગ્ર સુરત જિલ્લામાં ભારે શોક અને સન્નાટો છવાઈ ગયો છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application