ગોંડલના સડક પીપળીયા ગામની સીમમાં પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાના પૌત્રએ બે રાઉન્ડ ફાયરિંગ કરી નીદ્રાધીન દેવીપૂજક પરીવાર પર રીબડાના ધ્રુવરાજસિંહ અને તેના સાગરીતો ઘાતક હથિયારો સાથે તૂટી પડ્યા હતાં. બનાવમાં ત્રણ લોકો ગંભીર રીતે ઘવાયા હતા. જે અંગે ગોંડલ તાલુકા પોલીસે હત્યાનો પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી પાંચ શખસોની ધરપકડ કરી હતી. જ્યારે મુખ્ય સૂત્રધારને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
સડક પીપળીયા ગામની સીમમાં રહેતાં મૂળ સાવરકુંડલાના ગાધકડા ગામના વતની મમતાબેન ગોપાલભાઇ સોલંકી (ઉ.વ.૨૧) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ધ્રુવરાજસિંહ અને સમીરના નામ આપ્યા છે. ફરીયાદીએ જણાવ્યું હતું કે, તે છેલ્લા એકાદ વર્ષથી અહીં રહે છે. તેઓ પશુપાલનનો વ્યવસાય કરે છે તેમની પાસે ૫૦ જેટલા બકરા છે.
ગઇ તા.૩ ના રાત્રીના એક બાઇક બાદમાં એક કાળા કલરની મોટી ગાડી રોડ તરફથી રિવર્સમાં ઘર પાસે આવી અચાનક બ્રેક મારી ઉભી રાખેલ અને તે ગાડીમાંથી પાંચ માણસો ઉતર્યા હતાં. જેમાં એક શખસના હાથમાં ગન હતી, જે ગનથી હવામાં ફાયરિંગ કરી જોર જોરથી ગાળો બોલવા લાગેલ અને છએય માણસોએ ગાડીમાંથી લાકડીઓ તથા લોખંડના પાઇપો કાઢી રૂમમાં પરિણીતાના પતિ ગોપાલભાઇ સુતા હતા ત્યાં ગયેલ અને પતિને લાકડીના ઘા મારતા મારા પતિ ભાગી સીમમાં જતા રહ્યા હતાં.
દરમિયાન તેણીએ રાડા રાડ કરતા પરીજનો બહાર દોડી આવ્યાં હતા તે દરમિયાન તમામ માણસો આખા ઘરમાં શોધખોળ કરવા લાગેલ બાદ દિયર નાનીયો સુતો હોય તે રૂમમાં ગયેલ અને મારા મુકબધીર દિયરને મારી નાખવાના ઇરાદે લાકડીઓ તથા લોખંડના પાઇપથી માથામાં તથા શરીરના ભાગે આડેઘડ હુમલો કરી દિધો હતો. ત્યારે આ લોકોમાંથી એક શખ્સે કહેલ કે, આ પતી ગયેલ છે, હવે બીજાને શોધો તેમ કહી રૂમમાંથી બહાર નીકળેલ જેથી સાસુએ તેને ખસેડીને બાજુમાં પડેલ લાકડાના કબાટની ઓથે કબાટના પડદા પાછળ છુપાવી દિધેલ હતો.
બાદ આરોપીઓ બહારના ભાગે ઢાળીયામાં ભીમાભાઈ સુતા હતા ત્યાં આવી તેને પણ લાકડી તથા લોખંડના પાઈપથી માર મારેલ બાદ તેઓ બધા તેમની ગાડી પાસે ગયેલ અને જોરથી કહેલ કે, તમારા બેકરા મારા ખેતરમાં ચરવા ગયેલ જેથી મારો પાક બગડી ગયેલ છે તમને કહેવા છતા વારંવાર આવુ કરો છો તેમ કહી ગનવાળા માણસે ગન તાંકી ગાળાગાળી કરી હવામાં એક ફાયરિંગ કરી કહ્યું હતું કે, આજે તો હવામાં ફાયરિંગ કર્યું છે, હવે પછી તમારા બકરા અમારા ખેતરમાં ચરવા આવશે તો જીવતા છોડીશ નહીં તેવી ધમકી આપી નાસી છૂટ્યા હતાં.
હુમલમાં પરિવારના ત્રણ સભ્યોને ઇજા પહોંચી હતી. જ્યારે બનાવ બન્યો ત્યારે તે શખસોને ધ્રુવરાજભાઈ તથા ગાડીના ડ્રાઇવરને સમીર કહીને સંભોધતા હતા આ સીવાય બીજા ચાર માણસોને તેઓ ઓળખતા નથી.
બનાવના કારણ અંગે જણાવ્યું હતું કે, ગઈકાલે ભીમાભાઇ રીબડા ગામની સીમમાં બકરા ચરાવવા માટે ગયા હોય અને બકરા રાજેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજાની વાડીમાં ચરવા ઘુસી ગયેલ હોય જેના કારણે આ લોકોએ તેનો ખાર રાખી આ હુમલો કર્યો છે. બનાવમાં ગોંડલ તાલુકા પોલીસ અને રૂરલ એલસીબીની ટીમે પાંચ શખ્સોની અયકાયત કરી મુખ્ય સૂત્રધારની શોધખોળ હાથ ધરી છે. વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, મુખ્ય સૂત્રધાર ધ્રુવરાજસિંહ જાડેજા પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાના પૌત્ર થાય છે.
સગીર સહિતના ઝડપાયેલા આરોપીઓ
પોલીસે તાકીદે તપાસ હાથ ધરી ફાયરિંગ પ્રકરણમાં સગીર સહિત પાંચ આરોપીને ઝડપી લીધા છે. જેમાં કરણ સુનિયા બામણીયા (રહે.વરજર ગામ, અલીરાજપુર), અરમાન મયુદ્દીન હોથી (રહે.સર્વોદય સોસાયટી શાપર), સમીર કાસમ વિસળ (રહે.હડમતીયા ભેસાણ), સુરેશ ઉર્ફે સજુભા રવજીભાઈ ઝાલા (રહે. ગુંજાલા તા. દેત્રોજ) અને એક બહુચરાજીના સગીરનીની પોલીસે અટકાયત કરી છે.
જ્યારે મુખ્ય સૂત્રધા ધ્રુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (રહે.રીબડા) ની શોધખોળ હાથ ધરી છે.