પોરબંદરના કર્લી જળાશયમાં ઝાડમાં ફસાયેલા બે સાપને જીવદયા પ્રેમી યુવાનોએ ઈજા થાય નહી તે રીતે મુક્ત કરાવ્યા હતા.
પોરબંદરમાં આવેલ કર્લી જળાશયમાં એક સાથે બે બિનઝેરી ચેકર્ડ કિલબેક પ્રજાતિના સાપ જાળમાં ફસાયા હતા,ત્યારે ૧૦૮ એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા રાણાભાઈની નજર આ સાપો ઉપર પડતા તેમનામાં રહેલી જીવદયા બતાવી અન્ય લોકોને જાણ કરી હતી.ત્યારબાદ ધ ગ્રીન વાઇલ્ડ લાઇફ ક્ધઝર્વેશન સોસાયટીના સભ્ય નાગાજણ મોઢવાડિયા. રિવરફ્રન્ટ સ્ટાફના ભરતસિંહ જેઠવા, ૧૦૮ વાનના ડો. મનુ સોસા તથા યક્ષય ચુડાસમા અને ૧૦૮ ઈમરજન્સી ના જિલ્લા અઘિકારી જયેશગીરી વગેરેએ સાથે મળીને બન્ને સાપોને કોઈપણ જાતની ઇજા વગર જાળમાંથી છોડાવીને ફરી તેના કુદરતી વાતાવરણમાં જ મુકત કરી તેમને નવું જીવન આપ્યું હતુ, રિવરફ્રન્ટનો સ્ટાફ તથા પોરબંદર ૧૦૮ ની આ ટીમ આવી રીતે અવાર-નવાર કર્લી જળાશયમાં જાળમાં ફસાયેલ સરીસૃપ જીવો તથા પશુ-પક્ષીના જીવ બચાવવામાં મદદગાર બને છે,ત્યારે આ યુવાનોની કામગીરીને બિરદાવવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાડીના પાણીમાં અકસ્માતે પડી જતા માચ્છીમારનું નિપજ્યુ મોત
May 03, 2025 03:21 PMવડવા, ચાવડીગેટ સહિતના વિસ્તારોમાં પોલીસ તપાસ
May 03, 2025 03:20 PMછાયા ચોકી રોડ પર અગાસી પરથી અકસ્માતે પડતા આધેડનું થયુ મોત
May 03, 2025 03:19 PMટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં અધિકારીઓ સામેની કાર્યવાહી ધીમી: હાઈકોર્ટ દ્વારા ટકોર
May 03, 2025 03:17 PMએપલ ફરી એકવાર વિશ્વની સૌથી મોટી ટેક કંપની બની
May 03, 2025 03:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech