BREAKING NEWS

યુજીવીસીએલનો જુનિયર આસિસ્ટન્ટ 15 હજારની લાંચ લેતા ઝડપાયો, મીટર લોડ વધારાનું તમામ કામ પતાવી આપવા લાંચ માંગી'તી

  • October 15, 2025 02:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


યુજીવીસીએલનો જુનિયર આસિસ્ટન્ટ ધનરાજ દિપકકુમાર પટેલ 15 હજારની લાંચ લેતા અમદાવાદ એસીબીના હાથે રંગેહાથ ઝડપાયો છે. તે ચાંગોદર યુજીવીસીએલની સબ ડિવીઝનની ઓફિસ નીચે જ લાંચ લેતા ઝડપાયો છે. 


મળતી માહિતી મુજબ, ફરિયાદીની ફાર્મા કંપનીમાં મીટરનાં લોડ વધારા માટે યુજીવીસીએલની વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરી જે અંગેની ઓનલાઇન ફી ભરી હતી. જે મીટર લોડ વધારાનું તમામ કામ પતાવી આપવા માટે વ્યવહાર પેટે આ કામ માટે ધનરાજે ફરીયાદી પાસેથઈ રૂ.૧૫,૦૦૦ની લાંચની માંગણી કરી હતી. આજે આ લાંચની રકમ રૂ.૧૫,૦૦૦ આપી જવા વાયદો કર્યો હતો.


આ લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય. જેથી ફરિયાદીએ અમદાવાદ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા ફરિયાદીની ફરિયાદના આધારે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણા રૂ.૧૫,૦૦૦ સ્વીકારી પકડાઇ ગયો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News