BREAKING NEWS

જામનગર : લેઉવા પટેલ સમાજ દ્વારા સરદાર પટેલની જયંતી નિમિતે એકતા રેલી

  • November 01, 2025 05:36 PM 


જામનગરમાં લેઉવા પટેલ સમાજ દ્વારા લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે સરદાર એકતા રેલી સહિત ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. જેમાં નવનિર્મિત બેન્કવેટ હોલ અને પિંગ સહિતા પ્રકલ્પોનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું.


ઉજવણીના ભાગરૂપે સૌ પ્રથમ લેઉવા પટેલ સમાજ સંચાલીત સેટેલાઈટ પાર્ટી પ્લોટ ખાતેથી સરદાર એકતા યાત્રાનું આયોજન કરાયું હતું. આ યાત્રા રણજીતસાગર રોડ, પવનચકિક, સુમેર કલબ રોડ થઈને રણજીતનગર પટેલ સમાજ ખાતે પૂર્ણ થઈ હતી જયા સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા.

બાદમાં સમાજ ભવન ખાતે સરદાર પટેલના ર૭ ફુટ ઉચા વિશાળ પોટ્રેટનું અનાવરણ રાજયના પૂર્વ કેબિનેટમંત્રી અને ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, દિવ્યેશભાઈ અકબરી, પૂર્વ કેબિનેટમંત્રી આર.સી. ફળદુ, પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલ, લેઉવા પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડીયા અને અગ્રણીઓ દ્વારા વિશાળ સંખ્યામાં જ્ઞાતિજનોની હાજરીમાં કરવામાં આવ્યું હતું.



બાદમાં સમાજ ભવન ખાતે તૈયાર કરવામાં આવેલ નવ નિર્મિત બેન્કવેટ હોલનું લોકાર્પણ દાતા લાભૂબેન ગંગદાસભાઈ કાછડીયા અને વિંગનું લોકાર્પણ વનીતાબેન રાજુભાઈ કોઠીયા દ્વારા પરિવારજનો અને અગ્રણીઓની ઉપસ્થિતીમાં કરવામાં આવ્યું હતું.


આ સાથે યોજાયેલ નુતનવર્ષના સ્નેહમિલન કાર્યક્રમમાંજીલ્લા ભાજપ પ્રમુખ ડો. વિનોદભાઈ ભંડેરી, પૂર્વ પ્રમુખ રમેશભાઈ મુંગરા, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ  મનોજભાઈ કથીરીયા, જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ડો. વસોયા, મહિલા અગ્રણી સાવિત્રીબેન ગલાણી સહિત અગ્રણીઓ દ્વારા જ્ઞાતિજનોને નુતનવર્ષની શુભકામના પાઠવી હતી તથા સરદાર સાહેબના કાર્યોને યાદ કરી રાષ્ટ્રિય એકતા અને અખંડીતતાના માર્ગે ચાલવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

​​​​​​​


કાર્યક્રમમાં જીલ્લા ખરીદ વેચાણ સંઘના છગનભાઈ વિરાણી, જેસી વિરાણી, જીલ્લા સરકારી વકીલ જમનભાઈ ભંડેરી તથા જ્ઞાતિના મંત્રી અશોકભાઈ પટેલ, ઉપપ્રમુખ કૈલાશભાઈ રામોલીયા, મનસુખભાઈ ભંડેરી, સહમંત્રી રમેશભાઈ વેકરીયા, ખજાનચી કિશોરભાઈ સંઘાણી, ખોડલધામના ક્ધવીનર મયુરભાઈ મુંગરા સહિત વિશાળ સંખ્યામાં અગ્રણીઓ અને જ્ઞાતિજનો ઉપસ્થિત રહયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application