ગણેશ પંડાલમાં અશ્લીલા–ઉશ્કેરણીજનક ગીતો ન વગાડવા માટે વડોદરા પોલીસની કડક સુચના
ગણેશ પંડાલમાં અશ્લીલા–ઉશ્કેરણીજનક ગીતો ન વગાડવા માટે વડોદરા પોલીસની કડક સુચના
September 02, 2026 10:49 AM
વડોદરામાં ગણેશોત્સવ દરમિયાન ડીજેના ધમાકેદાર સંગીત અને ઢોલના તાલ સાથે ભકતો ઝૂમતા જોવા મળશે, પરંતુ પોલીસ ઈચ્છે છે કે ઉત્સવ દરમિયાન અશ્લીલ અને ઉશ્કેરણીજનક ગીતોને કોઈ સ્થાન ન મળે. ગણેશોત્સવ પહેલાં વડોદરા પોલીસે ગણેશ પંડાલના આયોજકો અને ડીજે સિસ્ટમ સંચાલકો સાથે બેઠક યોજી હતી. જેમાં અશ્લીલ ગીતો, વલ્ગર ડાયલોગ્સ અને ઉશ્કેરણીજનક ગીતો ન વગાડવા સ્પષ્ટ્ર સૂચના આપવામાં આવી છે.વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમારે જણાવ્યું હતું કે, ગણેશ પંડાલના આયોજકો અને ડીજે સંચાલકોને અશ્લીલ ગીતો ન વગાડવા સૂચના આપવામાં આવી છે. ધાર્મિક તહેવારોમાં આવા ગીતો યોગ્ય નથી અને તેનાથી બિનજરી ખલેલ પણ ઊભી થાય છે.પોલીસ કમિશનરે વધુમાં કહ્યું કે, વડોદરા સંસ્કારનગરી તરીકે ઓળખાય છે અને તહેવારો શહેરની છબી વધુ સારી બનાવે તેવા હોવા જોઈએ. પોલીસની ટીમો સમગ્ર ઉજવણી દરમિયાન નજર રાખશે.જો અશ્લીલ ગીતો વગાડવામાં આવશે તો સ્થળ પર જ આયોજકોને તેને બધં કરવા કહેવામાં આવશે.પોલીસે સ્પષ્ટ્ર કયુ છે કે આ કોઈ મોરલ પોલીસિંગ નથી, પરંતુ ગણેશોત્સવની પવિત્રતા અને શાંતિ જાળવવા માટેની પહેલ છે. જોકે, જો કોઈ ગીત કે ડાયલોગથી સાંપ્રદાયિક તણાવ ભડકાવવાનો પ્રયાસ થશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે હાલ અશ્લીલ કે વાંધાજનક ગીતોની કોઈ ચોક્કસ યાદી બનાવી નથી. સ્થળ પર હાજર પોલીસ ટીમ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને નિર્ણય લેશે.ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં ગણેશોત્સવ દરમિયાન ઉશ્કેરણીજનક ડીજે સંગીતને કારણે શહેરમાં સાંપ્રદાયિક તણાવ અને પથ્થરમારાની ઘટનાઓ બની ચૂકી છે.એક દાયકાથી વધુ સમય પહેલાં સંવેદનશીલ વિસ્તારોમાં આવી સ્થિતિને રોકવા પોલીસે પોતાના લાઉડસ્પીકર લગાવી ભકિત અને દેશભકિતના ગીતો વગાડા હતા, જેથી ડીજેના ઉશ્કેરણીજનક સંગીતનો અવાજ દબાવી શકાય. નિયમોનો ભગં કરી મોડી રાત સુધી વધુ અવાજે ડીજે વગાડવામાં આવશે તો પોલીસ મ્યુઝિક સિસ્ટમ પણ જ કરી શકે છે.