રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મેઘવિરામ વચ્ચે રાજકોટ માર્કેટ યાર્ડમાં શાકભાજીની આવક વધવા લાગતા જુલાઇની તુલનાએ ઓગસ્ટના આરંભે શાકભાજીના ભાવ ઘટવા લાગ્યા છે. યાર્ડના કાર્યક્ષેત્ર હેઠળના રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામમાંથી શાકભાજીની સ્થાનિક નવી આવકો શરૂ થઇ છે.
વિશેષમાં યાર્ડમાં વેપારી વર્તુળોએ જણાવ્યું હતું કે, ચોમાસુ વાવેતરના નવા શાકભાજીની મબલખ આવકો શરૂ થઇ ગઇ છે જેથી ભાવમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા એક સપ્તાહથી વરસાદનો વિરામ હોવાને કારણે ખેડૂતોને ખેતર-વાડીમાંથી શાકભાજી ઉપાડવામાં તેમજ ગ્રામ્ય પંથકમાંથી યાર્ડ સુધી પહોંચાડવામાં સાનુકૂળતા સાંપડી છે. હવે જેમ આવક વધશે તેમ ભાવ ઘટશે. અન્ય રાજ્યોમાં વરસાદને કારણે ટ્રાન્સપોર્ટેશનને અસર પહોંચતા તેમજ બગાડ વધતા હાલ આંતરરાજ્ય આવકોનું પ્રમાણ ઘટ્યું છે.
યાર્ડમાં આજના પ્રતિ કિલોના ભાવ રૂપિયા
ગુવારઃ ૫૦થી ૮૦
કારેલાઃ ૩૫થી ૪૫
દુધીઃ ૧૫થી ૨૦
મરચાઃ ૨૦થી ૪૦
દેશી મરચાઃ ૩૫થી ૫૦
લોકલ મરચીઃ ૨૦થી ૨૫
વાલોળઃ ૭૦થી ૮૦
ઘિસોડાઃ ૪૦થી ૬૦
કાકડીઃ ૫૦થી ૬૦
કાકડી ખીરાઃ ૧૫થી ૨૦
ભીંડોઃ ૪૦થી ૬૦
રીંગણાઃ ૧૫થી ૪૦
કોબીજઃ ૨૦થી ૨૫
લીંબુઃ ૨૦થી ૩૫
ગલકાઃ ૨૫થી ૩૫
ફ્લાવરઃ ૨૫થી ૪૦
વાલઃ ૫૦થી ૮૦
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application