BREAKING NEWS

મિડલ ઈસ્ટમાં યુદ્ધ: સૌરાષ્ટ્રના ઉદ્યોગો પર સંકટના વાદળો, ઓટો પાર્ટ્સ અને એગ્રી ઈમ્પલીમેન્ટ્સની નિકાસ ખોરવાવાની ભીતિ

  • March 02, 2026 01:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પશ્ચિમ એશિયામાં વધી રહેલા ભૂ-રાજકીય તણાવ અને અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિના કારણે ગુજરાતના આર્થિક પાટનગર ગણાતા સૌરાષ્ટ્રના ઉદ્યોગોમાં ચિંતાની લહેર પ્રસરી ગઈ છે. ખાસ કરીને રાજકોટના એન્જિનિયરિંગ ક્લસ્ટર માટે મિડલ ઈસ્ટ એક મોટું માર્કેટ છે, જે હવે જોખમમાં મુકાયું છે.


ઓટો પાર્ટ્સ અને એન્જિનિયરિંગ હબને મોટો ફટકો

રાજકોટના ઓટો પાર્ટ્સ ઉદ્યોગની ઓળખ વિશ્વભરમાં છે. અહીં બનેલા સ્પેરપાર્ટ્સ, બેરિંગ્સ અને મશીનરીની ઈરાન, ઈરાક, સાઉદી અરેબિયા અને કુવૈત જેવા દેશોમાં મોટા પ્રમાણમાં નિકાસ થાય છે. જો યુદ્ધ ફાટી નીકળે તો સપ્લાય ચેઈનમાં દરિયાઈ માર્ગો બંધ થવાથી અથવા નૂર (Freight) દરમાં તોતિંગ વધારો થવાથી નિકાસ અટકી શકે છે. પેમેન્ટ અટકી જવાની બીક રહેશે. યુદ્ધની સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય બેંકિંગ વ્યવહારો ખોરવાતા અગાઉ મોકલેલા માલના નાણાં ફસાઈ જવાની ભીતિ ઉદ્યોગપતિઓ વ્યક્ત કરી રહ્યા છે.


ઈઝરાયેલમાં ખેતીના ઓજારોની માગ પર અસર

માત્ર ઓટો પાર્ટ્સ જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રમાં બનતા આધુનિક ખેતીના ઓજારો (Agricultural Implements) ની ઈઝરાયેલમાં ભારે માગ રહે છે. ઈઝરાયેલ અને આસપાસના વિસ્તારોમાં અશાંતિ વધતા નવા ઓર્ડર્સ પર બ્રેક વાગી શકે છે. રાજકોટના અનેક એકમો માત્ર એક્સપોર્ટ ઓરિએન્ટેડ છે, જેમના માટે આ સ્થિતિ આર્થિક નુકસાન નોતરી શકે તેમ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application