1. ટ્રમ્પ સામે ત્રીજી વખત મહાભિયોગની કાર્યવાહીનું જોખમ.
2. કોંગ્રેસમાં બહુમતી ગુમાવવાથી નવા કાયદા પસાર કરાવવામાં મુશ્કેલી.
3. ટ્રમ્પ અને તેમના પરિવારના વ્યાપારી વ્યવહારોની તપાસનું જોખમ.
4. ઈલોન મસ્કના સરકારી કરારો અને વ્યવહારોની તપાસની શક્યતા.
5. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો અને ઉચ્ચ અધિકારીઓની નિમણૂકો અટકવાનું જોખમ.
6. ઈરાન યુદ્ધ અંગે તપાસ અને લશ્કરી ખર્ચ પર નિયંત્રણની શક્યતા.
7. સરકારી બજેટ અને નવી યોજનાઓ માટે ભંડોળ મેળવવામાં મુશ્કેલી.
8. ટેરિફ અને વેપારનીતિ સામે કોંગ્રેસના અવરોધ.
9. રિપબ્લિકન પાર્ટીમાં ટ્રમ્પનું રાજકીય વર્ચસ્વ ઘટવાનું જોખમ.
10. વર્ષ ૨૦૨૮ની રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે રિપબ્લિકન પાર્ટીની સ્થિતિ પર અસર.
ભારત પર ૧૨ સંભવિત અસરો
1. ભારત ઉપરનો ટેરિફ ઘટાડવા માટે ટ્રમ્પ સરકાર ઉપર દબાણ વધી શકે.
2. ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર કરારમાં ભારતને ફાયદો થઈ શકે.
3. ભારતીય કાપડ, હીરા, દવાની નિકાસને રાહત મળવાની સંભાવના.
4. એચ-૧બી વિઝાના કડક નિયમો અંગે કોંગ્રેસમાં વધુ સવાલો ઊઠી શકે.
5. ભારતીય કંપનીઓ માટે અમેરિકામાં મુશ્કેલીઓ ઓછી થવાની શક્યતા.
6. રશિયન ક્રૂડની ખરીદી સામે અમેરિકાનો વિરોધન ઓછો શકે.
7. કોંગ્રેસનું નિયંત્રણ વધવાથી ભારત સામે નવા આર્થિક પગલાં લેવાનું મુશ્કેલ બની શકે.
8. ચીન સામે અમેરિકાની વ્યૂહાત્મક સ્પર્ધામાં ભારતનું મહત્વ યથાવત્ રહેવાની શક્યતા.
9. ભારત સહિતના દેશો પ્રત્યેની નીતિઓમાં વધુ ચર્ચા અને સમીક્ષા થઈ શકે.
10.અનિશ્ચિતતા વધે તો ડોલર, રૂપિયા, સોના-ચાંદી અને ભારતીય શેરબજારમાં વધઘટ સર્જાઈ શકે.
11. ભારતમાંથી વિદેશી રોકાણકારોની મૂડીની હિજરત ઉપર પણ અસર પડી શકે.
12. ડેમોક્રેટ્સની બહુમતીથી ટ્રમ્પની સત્તા ઉપર અંકુશ આવશે, પરંતુ તેમની ભારતવિરોધી ગણાતી વેપારનીતિઓ આપોઆપ રદ નહીં થાય. પ્રમુખ તરીકે ટ્રમ્પ પાસે વીટો અને અનેક વહીવટી સત્તાઓ યથાવત્ રહેશે.