BREAKING NEWS

જામનગર: હર્ષદમીલની ચાલી પાસે પિતા-પુત્રને મુંઢ માર માર્યો

  • November 04, 2026 12:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: હર્ષદમીલની ચાલી પાસે પિતા-પુત્રને મુંઢ માર માર્યો

યુવકને જાતી પ્રત્યે અપમાનીત કરી ધમકી દીધી: ચાર સામે રાવ: બાઇની વાડીમાં ઝઘડો અને ઝપાઝપી કર્યાની મહિલા સહિત ત્રણ સામે ફરીયાદ

જામનગરના હર્ષદમીલની ચાલી વિસ્તારમ)ં ગાડી પર બેસવા બાબતે બોલાચાલી કરીને પિતા-પુત્રને મુંઢ માર મારી તેમજ જાતી પ્રત્યે અપમાનીત કર્યાની ચાર શખ્સ સામે ફરીયાદ કરવામાં આવી છે, જયારે બાઇની વાડી વિસ્તારમાં નજીવી બાબતે ઝઘડો થયો હતો દરમ્યાનમાં ઝપાઝપી કરી ધમકી દીધાની અહી રહેતા મહિલા સહિત ૩ સામે ફરીયાદ કરવામાં આવી છે.

જામનગરના રણજીતસાગર રોડ, હર્ષદમીલની ચાલી ખાતે રહેતા અભ્યાસ કરતા તરૂણ રાજેશભાઇ સાદીયા (ઉ.વ.૧૮) નામના યુવાન ગઇકાલે ચાલી નજીક પોતાના ભાઇ સાથે પાનના ગલ્લાની સામેના વિસ્તારમાં હાજર હોય ત્યારે આરોપી વફાન આવી ફરીયાદીના ભાઇ સાથે ગાડી ઉપર બેસવા બાબતે બોલાચાલી કરી જાતી પ્રત્યે અપમાનજનક શબ્દો બોલતો હોય જેથી ફરીયાદીએ બોલવાની ના પાડતા અન્ય એક શખ્સ આવ્યો હતો અને ફરીયાદી તથા તેના ભાઇને જાતી પ્રત્યે અપમાનીત કરી પાઇપ તથા ગાડીની ચાવીથી શરીરે મુંઢ માર માર્યો હતો.આ વેળાએ ફરીયાદીના પિતા છોડાવવા વચ્ચે આવતા બધા આરોપીઓએ ફરીયાદી તથા તેના ભાઇ અને ફરીયાદીના પિતા સાથે ઝઘડો કરી શરીરે મુંઢ માર મારી ઇજાઓ કરી તેમજ આરોપીએ જોઇ લેશુ તેવી ગર્ભીત ધમકી આપી એકબીજાને મદદગારી કરી હતી.

આ અંગે તરૂણભાઇ દ્વારા સીટી-એ ડીવીઝનમાં જામનગરના વફાન ઓસમાણ ખફી, અવેશ ઓસમાણ ખફી, અસરઅલી ઉર્ફે નુરઅલી જેમલાણી અને હશન ઉર્ફે જાડો પઠાણની વિરુઘ્ધ બીએનએસ, એટ્રોસીટી અને જીપીએકટ મુજબ ફરીયાદ નોંધાવી હતી. 

અન્ય બનાવમાં ચુનાના ભઠ્ઠા પાસે બાઇની વાડી વિસ્તારમાં રહેતી દેવીબેન મુળજીભાઇ સોલંકી (ઉ.વ.૭૦) નામના વૃઘ્ધાએ સીટી-એ માં ગત રાત્રીના બાઇની વાડી વિસ્તારમાં રહેતા હરીશ ભટ્ટી, ખીમજી ભટ્ટી અને નાગલબેન ભટ્ટીની વિરુઘ્ધ બીએનએસ કલમ ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૩) અને ૫૪ મુજબ ફરીયાદ નોંધાવી હતી.

જેની વિગત મુજબ ફરીયાદી વૃઘ્ધા ગઇકાલે ઘરની બહાર બેઠા હોય એ સમયે આરોપી હરીશ ત્યાં આવીને ગાળો બોલતો હોય જેથી અપશબ્દો બોલવાની ના પાડતા આરોપીએ ઉશ્કેરાઇને જેમ તેમ બોલવા લાગ્યો હતો થોડા સમય બાદ ફરીયાદીની ભત્રીજી રતનબેન ત્યાથી નીકળતા આરોપીએ તેની સાથે બોલાચાલી કરી હતી, ઝપાઝપી થતા અન્ય આરોપીઓ આવી જતા સાહેદ કમલેશભાઇ તથા અન્ય સાહેદ છોડાવવા આવતા બધા આરોપીઓએ ઝપાઝપી કરી મુંઢ ઇજા પહોચાડી હતી અને હરીશે તમો બધાને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી એકબીજાને મદદગારી કરી હતી. આ ફરીયાદના આધારે એએસઆઇ બાબરીયા તપાસ ચલાવી રહયા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application