BREAKING NEWS

જામ્યુકોના એસ્ટેટ શાખાના કર્મચારી હુમલા પ્રકરણમાં ત્રણ સામે ફરીયાદ

  • November 04, 2026 01:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામ્યુકોના એસ્ટેટ શાખાના કર્મચારી હુમલા પ્રકરણમાં ત્રણ સામે ફરીયાદ

દબાણ હટાવતી વખતે રેકડી ટ્રેકટરમાં ભરવાના મુદે બબાલ

જામનગરમાં એસ્ટેટ શાખા દ્વારા લંઘાવાડના ઢાળીયા પાસે ગઇકાલે દબાણ હટાવવાની કામગીરી દરમ્યાન રેકડી ટ્રેકટરમાં ભરવા મામલે બોલાચાલી બાદ એક કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો હતો, આ પ્રકરણમાં ૩ સામે પોલીસ ફરીયાદ કરવામાં આવી છે. 

જામનગર મહાનગરપાલીકાની એસ્ટેટ શાખાના કર્મચારી કમલેશભાઇ ગઢવી (ઉ.વ.૪૦) અને સ્ટાફ સાથે ગઇકાલે દિપક ટોકીઝથી સુભાષ શાક માર્કેટના રોડ તરફ દબાણ હટાવવાની કામગીરી કરતા હતા, દરમ્યાન લંઘાવાડના ઢાળીયા પાસે એક ખાલી રેકડી રોડ પર રાખીને દબાણ કરેલ હોય જેથી આ રેકડી એસ્ટેટ શાખાના કિશનભાઇ ગોહિલ ટ્રેકટરમાં ભરતા હતા આ વેળાએ આરોપી અબુમીયા રેકડી ભરવા બાબતે સાહેદ કિશનભાઇ સાથે બોલાચાલી કરી અપશબ્દો કહયા હતા અને ઝપાઝપી કરી હતી.

દરમ્યાનમાં બીજા બે અજાણ્યા ઇસમો ઘસી આવ્યા હતા અને કિશનભાઇ સાથે ઝપાઝપી કરી ત્રણેયે એક સંપ કરી કિશનભાઇને આડેધડ માર મારી મુંઢ ઇજા કરી હતી. અને જો એસ્ટેટ શાખાના કર્મચારી હવે રેકડી લેવા આવશે તો જાનથી મારી નાખશુ તેવી ધમકી આપી હતી અને ફરીયાદીની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી એકબીજાને મદદગારી કરી હતી. 

આ અંગે એસ્ટેટના કર્મચારી કમલેશભાઇ ગઢવી દ્વારા ગઇકાલે સીટી-એ ડીવીઝનમાં નાગનાથ ગેઇટ જુના કુંભારવાડામાં રહેતા અબુમીયા કાદરી તથા તેની સાથેના બે અજાણ્યા ઇસમોની વિરુઘ્ધ બીએનએસ કલમ ૧૨૧(૧), ૨૯૬, ૧૧૫(૨), ૩૫૧(૩), ૫૪ મુજબ ફરીયાદ નોંધાવી હતી. જેની તપાસ પીએસઆઇ ગામેતી ચલાવી રહયા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application