ખંભાળિયા: સોઢા-તરઘડી ગામમાં જુગારના અખાડા પર દરોડો : સાતની અટક
ખંભાળીયા પોલીસે રોકડ, મોબાઇલ, રીક્ષા સહિત ૨.૬૭ લાખનો મુદામાલ જપ્ત કર્યો
ખંભાળીયાના સોઢા તરઘડી ગામમાં એક મકાનમાં જુગારના અખાડા પર સ્થાનીક પોલીસે રેઇડ પાડીને એક મહિલા સહિત સાતની અટક કરી છે અને કુલ ૨.૬૭ લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
ખંભાળીયાના પીઆઇ સી.આર. રાણા દ્વારા સુચના અપાતા એએસઆઇ વિરેન્દ્રસિંહ, કોન્સ. અરજણભાઇ, ભરતભાઇને સંયુકત બાતમી મળેલ જેના આધારે પીએસઆઇ ડી.એ. વાળા તથા સ્ટાફ પેટ્રોલીંગ દરમ્યાન ખંભાળીયા તાલુકાના સોઢા તરઘડી ગામમાં રહેતા અનિરુઘ્ધસિંહ કેશરીસિંહ જાડેજાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં જુગારના અખાડા પર રેઇટ કરી હતી, જેમાં કુલ ૭ આરોપીઓને ૫૭૬૦૦ રોકડ, ૬ મોબાઇલ કિ. ૧.૧૦ લાખ, ૧ રીક્ષા ૧ લાખ અને ગંજીપાના સાથે પકડી પાડયા હતા.
જુગાર રમતા શખ્સોમાં અનિરૂઘ્ધસિંહ કેશરીસિંહ જાડેજા, રહે. સોઢા તરઘડી, દિપસિંહ અમરસિંહ જેઠવા રહે. સિકકા હાઉસીંગ બોર્ડ, નિતેશ પ્રાગજી રાઠોડ રહે. સીંગચ મંદિર પાસે, રાજેન્દ્રસિંહ વિક્રમસિંહ વાઢેર સીંગચ નિશાળ પાસે લાલપુર, રાજકુમાર કિશોરભાઇ મહેતા રહે. સિકકા પંચવટી સોસાયટી, મહેન્દ્રસિંહ ભુપતસિંહ કંચવા રહે. મુંગણી મંદિર પાસે અને એક મહિલાનો સમાવેશ થાય છે.