ઉનાળાની ઋતુ શરૂ થતાં જ બજારોમાં કેરીની મીઠાશ લોકોને આકર્ષવા લાગે છે. પરંતુ ડાયાબિટીસથી પીડાતા લોકો માટે આ મોસમ હંમેશા એક મોટો પ્રશ્ન લઈને આવે છે કે શું તેઓ કેરી ખાઈ શકે કે તેનાથી તેમનું બ્લડ શુગર અચાનક વધી જશે?
હેલ્થ એક્સપર્ટ્સના મતે, કેરીને લઈને બજારમાં જેટલો ડર ફેલાવવામાં આવ્યો છે, હકીકત તેનાથી તદ્દન અલગ અને સંતુલિત છે.
શું ડાયાબિટીસમાં કેરી ખાવી ખરેખર સુરક્ષિત છે?
કેરીમાં કુદરતી શુગર હોય છે, પરંતુ તેનો અર્થ એવો બિલકુલ નથી કે શુગરના દર્દીઓ તેને અડી પણ ન શકે. ડાયાબિટીસના દર્દીઓએ કેરીથી સંપૂર્ણ અંતર રાખવાની જરૂર નથી કંટ્રોલ્ડ માત્રા અને સાચી પદ્ધતિથી ખાવામાં આવે તો કેરી પણ હેલ્ધી ડાયેટનો એક ભાગ બની શકે છે.કેરી ભલે મીઠી હોય, પરંતુ તેમાં ફાઈબર, વિટામિન એ, વિટામિન સી, એન્ટીઓક્સીડેન્ટ્સ અને પોલીફેનોલ્સ જેવા વિપુલ પોષક તત્વો રહેલા છે. કેરીમાં રહેલું ફાઈબર પાચનની પ્રક્રિયાને ધીમી કરે છે, જેના કારણે બ્લડ શુગર એટલી ઝડપથી નથી વધતું જેટલું મીઠા ગળ્યા પીણાં કે ડેઝર્ટ ખાધા પછી વધે છે.
કેરી ખાતી વખતે ક્યારેય ન કરો આ ભૂલો
સમસ્યા કેરી ખાવાથી નથી થતી, પરંતુ તેને ખોટી રીતે ખાવાથી ઊભી થાય છે
ખાલી પેટે સેવન ન કરવું
ક્યારેય પણ ખાલી પેટે કેરીનો રસ (જૂસ), મેંગો શેક કે મીઠી મેંગો ડેઝર્ટ ન લેવી, તે શુગરમાં મોટો ઉછાળો લાવી શકે છે.
પ્રોટીન સાથે જોડી બનાવો
કેરીના ટુકડાને હંમેશા પ્રોટીન અથવા હેલ્ધી ફેટ ધરાવતી વસ્તુઓ જેવી કે બદામ, મગજતરીના બીજ, ગ્રીક યોગર્ટ (દહીં) અથવા પનીર સાથે ખાવા જોઈએ. આનાથી પાચન ધીમું થાય છે અને શુગર લેવલ સ્થિર રહે છે.
રાત્રે ખાવાનું ટાળો
દિવસના સમયે કેરી ખાવી સૌથી ઉત્તમ છે, કારણ કે ત્યારે આપણું શરીર એક્ટિવ હોય છે અને ઇન્સ્યુલિન બરાબર કામ કરે છે. મોડી રાત્રે કેરી ખાવાથી બ્લડ શુગરમાં ભારે ઉતાર-ચઢાવ આવી શકે છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે ગોલ્ડન રૂલ
કેરી ખાતી વખતે પોર્શન કંટ્રોલ (માત્રા પર નિયંત્રણ) રાખવું સૌથી જરૂરી છે. મોટાભાગના દર્દીઓ ક્યારેક-ક્યારેક અડધાથી એક કપ સમારેલી કેરી આરામથી ખાઈ શકે છે. જો કે, આ પ્રમાણ તમારી ચાલુ દવાઓ, શુગર લેવલ અને લાઈફસ્ટાઈલ પર પણ આધાર રાખે છે. કોઈ મનપસંદ ફળને સંપૂર્ણ બંધ કરવાને બદલે તેને જાગૃતતા પૂર્વક સંતુલિત માત્રામાં ખાવું એ જ સમજદારી છે.