BREAKING NEWS

તમે રણવીરસિંહ હો કે ગમે તે, તમને કોઈની લાગણી દુભાવવાનો હક્ક નથીઃ હાઇકોર્ટ

  • February 25, 2026 02:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તમે રણવીર સિંહ હો કે ગમે તે હો પરંતુ તેથી તમને કોઈની લાગણી દૂભાવવાની કે ગમે તેમ વર્તવાની છૂટ મળી જતી નથી. તમારે જવાબદાર રીતે વર્તવું જોઈએ એમ કહી કર્ણાટક હાઈકોર્ટે 'કાંતારા ચેપ્ટર વન' ફિલ્મના દેવતાની મીમીક્રી કરવાના વિવાદમાં થયેલી ફરિયાદ સંદર્ભમાં રણવીર સિંહની આકરી ઝાટકણી કાઢી હતી.  

હાઈકોર્ટે રણવીરસિંહને વચગાળાની  રાહત પણ આપી હતી. તેમણે કર્ણાટક સરકારને હાલ તુરંત રણવીર સામે કોઈ દંડનાત્મક  કાર્યવાહી નહીં કરવાની સૂચના પણ આપી હતી. અદાલતે આ કેસમાં વધુ સુનાવણી તા. બીજી માર્ચ પર મુલત્વી રાખી છે.  કેસની સુનાવણી વખતે  કર્ણાટક સરકારે  એવી પણ દલીલ કરી હતી કે રણવીર સિંહની પત્ની દીપિકા તો મૂળ કર્ણાટકની જ છે. આથી તેને સ્થાનિક લાગણીઓનો ખ્યાલ હોવો જોઈતો હતો.

ગોવામાં ગત ૨૮મી નવેમ્બરે ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન રણવીરસિંહે 'કાંતારા  ચેપ્ટર વન'  ફિલ્મમાંથી દેવતાની મીમીક્રી કરતાં કર્ણાટકમાં ભારે વિરોધ થયો હતો. રણવીર સામે એફઆઈઆર પણ થઈ હતી. રણવીરે આ એફઆઈઆર રદ કરાવવા માટે કર્ણાટક હાઈકોર્ટમાં અરજી કરી છે.

રણવીરસિંહે કોર્ટમાં એવી દલીલ કરી હતી કે તેનો ઈરાદો કોઈની લાગણી દૂભવવાનો ન હતો પરંતુ તે તો અભિનેતા ઋષભ શેટ્ટીનાં પરફોર્મન્સની પ્રશંસા કરી રહ્યો હતો. જોકે, કોર્ટ આ દલીલ સાથે સંમત થઈ ન હતી. અદાલતે જણાવ્યું હતું કે એક  સુપરસ્ટાર તરીકે તમારા લાખો ચાહકો હોય છે. તમે આવી  બિનસંવેદનશીલ રીતે વર્તી શકો નહિ. લોકો કદાચ આ વાત ભૂલી જશે પરંતુ ઈન્ટરનેટ પર તો તે કાયમ રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application