આવતીકાલે મહાશિવરાત્રીનો પવિત્ર તહેવાર છે. દર વર્ષે મહાશિવરાત્રીનો તહેવાર ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની તેરસના રોજ ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ અને દેવી પાર્વતીના લગ્ન મહાશિવરાત્રીના દિવસે થયા હતા. એટલા માટે આ દિવસ લગ્નની યાદમાં ઉજવવામાં આવે છે. આ દિવસે શિવભક્તો ભોળાનાથની પૂજા કરે છે, ઉપવાસ રાખે છે અને તેમને પ્રસન્ન કરવા માટે રુદ્રાભિષેક કરે છે.
રુદ્રાભિષેકનો અર્થ શું છે?
રુદ્રાભિષેક એટલે ભગવાન શિવનો અભિષેક. એટલે કે રુદ્રના મંત્રોથી શિવલિંગનો અભિષેક કરવો. રુદ્ર એ ભગવાન શિવનું એક નામ છે. આ પવિત્ર અભિષેક અથવા સ્નાન રુદ્રના રૂપમાં શિવને કરવામાં આવે છે. રુદ્રાભિષેકના ઘણા પ્રકાર છે.
રુદ્રાભિષેકના પ્રકારો
ભગવાન માટે 5 પ્રકારના રુદ્રાભિષેક કરવામાં આવે છે:
જલાભિષેક:
જલાભિષેકમાં ભોળાનાથનો શુદ્ધ જળથી અભિષેક કરવામાં આવે છે. ગંગાજળથી રુદ્ર અભિષેક કરવાથી ગ્રહદોષ દૂર થાય છે.
દૂધનો અભિષેક:
દૂધના અભિષેકમાં ભોળાનાથને દૂધથી અભિષેક કરવામાં આવે છે. દૂધથી અભિષેક કરવાથી ઘરમાં સુખ-શાંતિ રહે છે.
ઘૃતાભિષેક:
ઘૃતાભિષેકમાં ભગવાન શિવને ઘીનો અભિષેક કરવામાં આવે છે. ધીથી રુદ્ર અભિષેક કરવાથી વ્યવસાયમાં વૃદ્ધિ થાય છે.
શહાદાભિષેક:
શહાદાભિષેકમાં ભગવાનને મધથી અભિષેક કરવામાં આવે છે. મધથી અભિષેક કરવાથી શિક્ષણમાં સફળતા મળે છે.
પંચામૃતભિષેક:
પંચામૃતભિષેકમાં દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડના મિશ્રણથી અભિષેક કરવામાં આવે છે. આ ઉપરાંત, પંચામૃત ચડાવવાથી ઘરેલુ સમસ્યાઓ દૂર થાય છે.
રુદ્રાભિષેક ક્યારે કરવો જોઈએ?
રુદ્ર અભિષેક કરવાથી ભોળાનાથના આશીર્વાદ હંમેશા તેમના ભક્તો પર રહે છે. રુદ્રાભિષેક હંમેશા ખાસ તિથિએ કરવો જોઈએ. મહાશિવરાત્રી, પ્રદોષ વ્રત, શ્રાવણ મહિનાના સોમવાર, કેવડા ત્રીજ, અમાસ, નાગ પાંચમના દિવસે રુદ્રાભિષેક કરવામાં આવે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. રુદ્રાભિષેક કરવાથી બધી ઇચ્છાઓ પૂર્ણ થાય છે, જીવનની મુશ્કેલીઓ દૂર થાય છે અને વિદ્યાર્થીઓની કારકિર્દીમાં તણાવ અને અવરોધોનો અંત આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech