BREAKING NEWS

બાળકને ગર્ભમાં રાખવું કે નહીં તે પતિ નહીં, પત્ની નક્કી કરશે: મ.પ્ર. હાઇકોર્ટ

  • July 06, 2026 02:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર બેન્ચે મહિલાઓના પ્રજનન અધિકારો અંગે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે, જેમાં સ્પષ્ટ્રતા કરવામાં આવી છે કે જો કોઈ મહિલા કાયદેસર રીતે નિર્ધારિત સમયગાળામાં ગર્ભવતી થાય છે, તો ગર્ભાવસ્થા ચાલુ રાખવી કે સમા કરવી તે નિર્ણય ફકત મહિલાનો રહેશે. કોર્ટે જણાવ્યું હતું કે ગર્ભપાત માટે પતિની સંમતિ જરી નથી. બેન્ચે ૧૩ અઠવાડિયાની ગર્ભવતી પરિણીત મહિલાને મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેન્સી એકટ હેઠળ ગર્ભાવસ્થા સમા કરવાની પરવાનગી આપી હતી.
આ આદેશ ૨૯ જૂન, ૨૦૨૬ ના રોજ પસાર કરવામાં આવ્યો હતો. આ કેસ ઈન્દોર વિભાગના એક હાઇ–પ્રોફાઇલ દંપતીનો છે, જેમના લ લગભગ બે વર્ષથી થયા હતા. તેમના લ પછી દંપતી વચ્ચે વિવાદો વધી ગયા. આ સમય દરમિયાન, મહિલા ગર્ભવતી થઈ. તે લગભગ ૧૩ અઠવાડિયાની ગર્ભવતી હતી, પરંતુ તેમના સંબંધોમાં તણાવને કારણે તેઓ અલગ થઈ ગયા.
મહિલાએ જણાવ્યું હતું કે વૈવાહિક ભંગાણની સ્થિતિમાં બાળકને જન્મ આપવા તેના માટે માનસિક, સામાજિક અને ભાવનાત્મક રીતે પડકારજનક રહેશે. તેના ભવિષ્યને ધ્યાનમાં રાખીને, તેણે ગર્ભાવસ્થા ચાલુ ન રાખવાનો નિર્ણય લીધો અને એડવોકેટ જી.પી. સિંહે ગર્ભપાતની પરવાનગી મેળવવા માટે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી.
સુનાવણી દરમિયાન, પતિને યોગ્ય રીતે નોટિસ બજાવવામાં આવી હતી, પરંતુ તે કોર્ટમાં હાજર થયો ન હતો. સુનાવણી દરમિયાન, હાઇકોર્ટે પતિને નોટિસ જારી કરી હતી, જે યોગ્ય રીતે બજાવી હતી, પરંતુ તે કોઈપણ તારીખે કોર્ટમાં હાજર થયો ન હતો. રાય સરકારે પણ અરજીનો વિરોધ કર્યેા ન હતો.તેના આદેશમાં, ડિવિઝન બેન્ચે સુપ્રીમ કોર્ટના પ્રખ્યાત નિર્ણય, વિદ્ધ મુખ્ય સચિવ, આરોગ્ય અને પરિવાર કલ્યાણનો ઉલ્લેખ કર્યેા હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે બંધારણની કલમ ૨૧ હેઠળ, દરેક મહિલાને તેના શરીર અને પ્રજનન અંગે નિર્ણય લેવાની સ્વતંત્રતા છે. આ તેના વ્યકિતગત ગૌરવ અને મૂળભૂત અધિકારોનો ભાગ છે.
તેના વિગતવાર આદેશમાં, હાઇકોર્ટે સ્પષ્ટ્ર કયુ કે અનિચ્છનીય ગર્ભાવસ્થા ક્રી પર સૌથી વધુ માનસિક, શારીરિક અને ભાવનાત્મક અસર કરે છે. તેથી, ગર્ભાવસ્થા ચાલુ રાખવી કે તેને સમા કરવી તે નિર્ણય સંપૂર્ણપણે મહિલાનો વ્યકિતગત અને બંધારણીય અધિકાર છે. કોર્ટે જણાવ્યું હતું કે કોઈપણ મહિલાને માતૃત્વ સ્વીકારવા અથવા તેની ઇચ્છા વિદ્ધ ગર્ભાવસ્થા ચાલુ રાખવા માટે દબાણ કરી શકાતું નથી.
કોર્ટે શોધી કાઢું હતું કે અરજદારની ગર્ભાવસ્થા ૧૩ અઠવાડિયા અને એક દિવસની હતી, જે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેન્સી એકટ, ૧૯૭૧ દ્રારા નિર્ધારિત કાનૂની મર્યાદામાં આવે છે. આવા કિસ્સાઓમાં, કાયદો અધિકૃત ચિકિત્સકોને જરી તબીબી પરીક્ષણો અને પ્રક્રિયાઓનું પાલન કર્યા પછી ગર્ભપાત કરવાની મંજૂરી આપે છે. તેથી, અરજદારનો કેસ પણ ગર્ભપાત માટે કાયદેસર રીતે લાયક હતો.કોર્ટે તેના આદેશમાં જણાવ્યું હતું કે જો પતિ–પત્ની વચ્ચેના સંબંધો ગંભીર રીતે બગડા હોય, તેઓ અલગ રહેતા હોય, અથવા છૂટાછેડા થયા હોય, તો આવી પરિસ્થિતિઓ મહિલાના માનસિક સ્વાસ્થ્ય અને ભવિષ્ય પર ઐંડી અસર કરે છે.
આવા કિસ્સાઓમાં, જો મહિલા ગર્ભાવસ્થા ચાલુ રાખવા માંગતી નથી, તો ગર્ભપાતને મંજૂરી આપવા માટે આ એક માન્ય અને વાજબી આધાર હોઈ શકે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News