BREAKING NEWS

સારા વરસાદની કામના સાથે જસદણના ઘેલા સોમનાથ મહાદેવને જલધારા

  • July 03, 2026 05:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજયભરમાં સારો વરસાદ વરસે, ખેડૂતોને પૂરતું પાણી મળે અને સમગ્ર જીવસૃષ્ટ્રિ પર કુદરતની કૃપા વરસે તેવી પ્રાર્થના સાથે જસદણ નજીક આવેલા ઐતિહાસિક ઘેલા સોમનાથ મહાદેવ મંદિરે વિશેષ જલધારા શણગાર અને પૂજા–અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ચોમાસામાં જલધારા શણગારનું ધાર્મિક મહત્વ હિન્દુ ધર્મમાં ભગવાન શિવને જળ અર્પણ કરવાનું વિશેષ
મહત્વ માનવામાં આવે છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં સારો વરસાદ, સુખ–સમૃદ્ધિ, અન્નની અને સમૃદ્ધિ લોકકલ્યાણની ભાવના સાથે શિવલિંગ પર અવિરત જળધારા અર્પણ કરવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવે છે.
ચોમાસાની ઋતુને અનુલક્ષીને મંદિરના મુખ્ય પૂજારી હસુભાઈ જોષીએ મહાદેવને જલધારાનો વિશેષ શણગાર અર્પણ કર્યેા સાથે પ્રાર્થના કરી હતી. વરસાદ વરસે ખેડૂતોની ચિંતાનો અતં આવે અને રાયમાં આયોજન કરવામાં વાવે છે. સુખ–સમૃદ્ધિ વધે તેવી પ્રાથના કરી હતી.જસદણ વિંછીયા તાલુકામાં મેધરાજા પધારો અને નદી નાળા છલકાય જાય તેવી પ્રાથના કરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application