BREAKING NEWS

ગોંડલના ત્રાકુડા ગામે મજૂરોએ ખેતરમાલિક મહિલાની કરી હત્યા, વાડીમાં બોલાચાલી બાદ અદાવતમાં કરાયો હતો હુમલો

  • November 12, 2026 12:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ત્રાકુડા ગામે એક અત્યંત સન્સનાટીભર્યો અને કરૂણ બનાવ સામે આવ્યો છે. વાડીએ કામ કરતા મજૂરો સાથે તકરાર થયા બાદ બોલાચાલીની અદાવત રાખીને 58 વર્ષીય જ્યોત્સનાબેન અમૃતિયા નામના મહિલાની ઘાતકી હત્યા કરવામાં આવી છે.


મળતી માહિતી અનુસાર, જ્યોત્સનાબેન પોતાના પતિ જીતેન્દ્રભાઈ સાથે વાડીએ ગયા હતા, જ્યાં કામ કરતા મજૂરો સાથે કોઈ બાબતે તકરાર થઈ હતી. ત્યારબાદ જીતેન્દ્રભાઈ થોડે દૂર કપડાં લેવા માટે ગયા તે દરમિયાન મજૂરોએ અદાવત રાખીને જ્યોત્સનાબેનના માથા અને શરીર પર જીવલેણ હુમલો કરી તેમની નિર્મમ હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ આરોપીઓ મૃતદેહને ખેતરમાં છુપાવીને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.


6 કલાકની શોધખોળ બાદ મૃતદેહ મળ્યો

પતિ જીતેન્દ્રભાઈ પરત ફરતાં વાડી પર પત્ની અને મજૂરો બંને ગાયબ જણાતાં તેમણે તાત્કાલિક પુત્ર ભાર્ગવભાઈ તથા સ્થાનિક ગ્રામજનોને જાણ કરી હતી. પરિવારજનો અને ગામના આગેવાનોએ વાડીના વિસ્તારમાં સઘન શોધખોળ હાથ ધરી હતી. આશરે 6 કલાકની ભારે મથામણ બાદ મરચી અને રીંગણના પાક વચ્ચેથી મહિલાનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.


​​​​​​​ઘટના અંગે જાણ કરવામાં આવતાં જ ગોંડલ તાલુકા પોલીસની ટીમ અને ડીવાયએસપી કે. જી. ઝાલા સહિતનો મોટો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડીને ફરાર થઈ ગયેલા મજૂરો સામે હત્યાનો ગુનો નોંધી તેમની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application