ભાવનગર જિલ્લાના અલંગ શીપ યાર્ડમાં રહેતી મૂળ ઉત્તરપ્રદેશની મહિલાને ભાવનગર સ્પેશલ ઓપરેશન ગ્રુપે બાતમીના આધારે સૂકા ગાંજાના જથ્થા સાથે ઝડપી લઈ રૂપિયા ૨૩, ૧૩૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ગુજરાત સરકાર દ્વારા "નશા મુક્ત ગુજરાત" અભિયાન સમગ્ર ગુજરાતમાં ચાલુ કરવામાં આવેલ તે અંતર્ગત ભાવનગર રેન્જ આઇ.જી.પી. ગૌતમ પરમાર અને ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.હર્ષદ પટેલ દ્વારા ભાવનગર જીલ્લામાં નાર્કોટીક્સ ડ્રગ્સની બદીને નેસ્તનાબુદ કરવા માટે "ગઘ ઉછઞૠજ ઈંગ ઇઇંઅટગઅૠઅછ અભિયાન ચાલુ કરવામાં આવેલ છે. વધુમાં ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.હર્ષદ પટેલ ના ધ્યાને આવેલ કે, ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાં નશાકારક પદાર્થનું વેચાણ કરી લોકાના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય તથા ખાસ કરીને આવા નશાકારક પદાર્થનો ઉપયોગ ગુનેગારો ગુનો આચરતા પૂર્વે નશો કરતા હોય તથા યુવાધન આવા ગાંજાનુ સેવન કરીને નશાખોરીના રવાડે ચઢેલ હોય જેથી ભાવનગર શહેર તથા જિલ્લામાં આવી બનતી પ્રવ્રુતિ અટકાવવા માટે નશાકારક પદાર્થનુ બિન અધિકૃત વેચાણ-વાવેતર કરનારને શોધી કાઢી તેમના વિરૂધ્ધ કાર્યવાહી કરવા પોલીસ અધિક્ષક દ્વારા અપાયેલી સખ્ત સુચના હેઠળ ભાવનગર એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર ડી.યુ.સુનેસરાના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. વિઠ્ઠલભાઇ ચૌહાણ તથા પો. કોન્સ. પાર્થભાઈ પટેલ તથા પો.કોન્સ. મિનાજભાઈ ગોરી નાઓની સયુકત બાતમીના આધારે રાજવંતીબેન દુર્યોધનભાઇ ઉર્ફે જુયોધન ઉર્ફે ગોરધનભાઇ સાહની (ઉ.વ.૪૧, રહે પ્લોટ નંબર ૨૪એ ની સામે ઓરડી અલંગ શીપયાર્ડ તા.તળાજા, જી.ભાવનગર મુળ ગામ સોહરોના-રાજા, સોહરાના મહારાજગંજ રાજ્ય ઉતરપ્રદેશ)ને તેની રહેણાંકી ઓરડી માંથી સુકો ગાંજો વજન ર કિલ્લો ૩૧૩ ગ્રામ જેની કિ.રૂ.૨૩,૧૩૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેના સામે એન.ડી.પી.એસ. એકટની જોગવાઇ અનુસાર કાર્યવાહી કરી, એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. વિઠ્ઠલભાઇ ચૌહાણ દ્વારા અલંગ પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાવ્યો હતો.
આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સપેકટર ડી.યુ.સુનેસરા ના માર્ગદર્શન હેઠળ અજઈં વિઠ્ઠલભાઇ ચૌહાણ, અજઈં મહાવીરસિંહ ગોહિલ, અજઈં વિજયસિંહ ગોહિલ, અજઈં મિતેષભાઇ જોષી તથા ઙઈ પાર્થભાઇ પટેલ, ઙઈ મિનાજભાઈ ગોરી, ઙઈ ધર્મદિપસિંહ જાડેજા, ઠઙઈ ભારતીબેન ચાવડા, તથા ઉઙઈ હરેશભાઇ મકવાણા, ઉઙઈ સુરેન્દ્રસિંહ ગોહિલ તથા ડોગ સ્કોર્ડના ઇંઈ સુજાનસિંહ ગોહિલ, ઙઈ મયુરસિંહ જાડેજા તેમજ શેલન ડોગ જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMરણમલ તળાવ ગેઇટ નં. ૯થી ન્યુ સ્કુલ તરફનો રસ્તો વધુ ચાર મહીના બંધ
May 01, 2025 05:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech