BREAKING NEWS

રાજકોટમાં એપાર્ટમેન્ટમાં એસઓજીનો દરોડો: 23.80 લાખના હાઈબ્રીડ ગાંજા સાથે મહિલા ઝડપાઈ

  • October 27, 2026 11:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં નશાનું દુષણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે ત્યારે તેને અટકાવવા પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. જેના ભાગરૂપે એસઓજીની ટીમે રૈયા રોડ પરના ગીરીરાજ એપાર્ટમેન્ટમાં પૂજા ભટ્ટ નામની મહિલાને ૨૩.૮૦ લાખના હાઈબ્રીડ ગાંજા સાથે ઝડપી લીધી હતી. પૂછતાછમાં કુખ્યાત પેડલર ગૌતમ દવેનું નામ ખુલતાં પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.


ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આવનાર દીવાળી તહેવારો અનુસંધાને યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીકસ પદાથનું વેચાણ અટકાવવા સે નો ટુ ડ્રગ્સ અંતર્ગત ડ્રગ્સ-ગાંજાનું સેવન કરનારા શખ્સો વિરૂધ્ધ કડક કાયૅવાહી કરવાની આપેલ સુચનાથી એસઓજી પીઆઈ એન.બી.ચૌધરી અને બી.બી.જાડેજાની રાહબરીમાં પીએસઆઇ મહેન્દ્રસિંહ જાડેજા ટીમ સાથે પેટ્રોલીંગમાં હતાં ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, યોગરાજસિંહ ગોહિલ તથા કોન્સ્ટેબલ અનોપસિંહ ઝાલા સહિતના સ્ટાફને


સંયુક્ત બાતમીદાર મારફતે ચોક્કસ હકિકત મળેલ કે, પુજાબેન સાગર ભટ્ટ નામની મહીલા પોતાના રહેણાંક મકાન રૈયા રોડ પરના યોગીરાજનગર શેરી નં ૦૪ ગીરીરાજ એપાર્ટમેન્ટ ફ્લેટ નં ૦૩ ખાતે માદક પદાર્થ હાઇબ્રીડ ગાંજાનો જથ્થો રાખેલ છે, તેવી ચોકક્કસ હકિકતના આધારે એસઓજીની ટીમે


યોગીરાજનગર શેરી નં ૦૪ ગીરીરાજ એપાર્ટમેન્ટ ફ્લેટ નં ૦૩ માં દરોડો પાડ્યો હતો. પોલીસે અહીં હાજર પુજાબેન સાગર ભટ્ટ (ઉ.વ.૩૭, ધંધો- રસોઇ કામ રહે. યોગીનગર શેરી નં ૦૪ મે.રોડ ગીરીરાજ એપાર્ટમેન્ટ બીજા માળે ફ્લેટ નં ૦૩ રાજકોટ) ની અટક કરી મકાનમાંથી માદક પદાર્થ હાઇબ્રીડ ગાંજાનો જથ્થો ૬૮૦ ગ્રામ રૂ.૨૩.૮૦ લાખ, મોબાઈલ ફોન, વજન કાંટો સહિત કુલ રૂ.૨૩.૯૧ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.


પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, પકડાયેલ મહિલાને તેનો ભાણેજ અને કુખ્યાત પેડલર ગૌતમ વસંત દવે (રહે રાજકોટ) હાઈબ્રીડ ગાંજો સાચવવા માટે આપી ગયો હતો અને તે અહીં જ નાની પડીકી બનાવી ગાંજાનું વેંચાણ કરતો હતો. હાલ પોલીસે ગુનો નોંધી મુખ્ય સૂત્રધાર ગૌતમ દવેની શોધખોળ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application