BREAKING NEWS

શાપરમાં કૂતરું રમાડતી વખતે કાન પકડતા જ યુવકને બચકું ભર્યું: મોત

  • October 27, 2026 11:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શાપરમાં રહેતો યુવક કૂતરાને રમાડતી વખતે તેનો કાન ખેંચતા હાથમાં બચકું ભરી લીધું હતું. દરમિયાન સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું ચાલુ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

મૂળ બોટાદનો અને શાપર સહિતના આસપાસના વિસ્તારમાં રખડતું ભટકતું જીવન જીવતો મુકેશ અમરશીભાઈ પારઘી (ઉ.વ.42)નો યુવક ગત તા.25 ના રોજ રાત્રીના અગ્યારેક વાગ્યે શાપરમાં ગંગા ગેટ પાસે હતો ત્યારે કૂતરું કરડી જતા પ્રથમ શાપરના દવાખાના બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં સારવાર દરમિયાન ગત સાંજે મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસે અગાઉ નોંધેલા નિવેદનમાં યુવકના જણાવ્યા મુજબ કૂતરાને રમાડતો હતો ત્યારે કુતરાનો કાન પકડતા તેના ડાબા હાથમાં બચકું ભરી લીધું હતું. પોલીસે મૃતકના પરિવારજનો અંગે શોધખોળ હાથ ધરી હતી. મુકેશ મૂળ બોટાદનો વતની હતો. અગાઉ તેણે લવ મેરેજ કર્યા હતા. જે બાદ પત્ની છોડીને ચાલી જતા મુકેશ શાપરમાં રખડતું ભટકતું જીવન જીવતો હતો. પોલીસે બોટાદ ખાતે તેમના સગા સંબંધી અને પરિવારજનોનો સંપર્ક કરવા તજવીજ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application