BREAKING NEWS

જામનગર: ધ્રોલ નજીક ઉંડ નદીના પટ્ટામાં ગેરકાયદે રેતી ખનન ઝડપાયું

  • October 28, 2026 02:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: ધ્રોલ નજીક ઉંડ નદીના પટ્ટામાં ગેરકાયદે રેતી ખનન ઝડપાયું

ખાણ ખનીજ વિભાગની તપાસમાં ૬૦ લાખનો મુદ્દામાલ જપ્ત 

જામનગર જિલ્લાના ઉંડ નદીના પટ્ટા વિસ્તારમાં સાદી રેતીનું બિનઅધિકૃત ખનન અને વહન થતું હોવાની ફરિયાદના આધારે ભૂસ્તરશાસ્ત્રી, જામનગરની સૂચનાથી ખાણ-ખનિજ વિભાગની ટીમે તા. ૨૬ ઓક્ટોબરના રોજ તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન ગેરકાયદે ખનન અને વહનના કિસ્સામાં એક હિટાચી મશીન, એક લોડર મશીન અને એક ડમ્પર સહિત અંદાજે રૂ. ૬૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
ખાણ-ખનિજ વિભાગ, જામનગર દ્વારા જપ્ત કરાયેલાં સાધનોનો કબજો પ્રહલાદસિંહ જાડેજા બ્લોક અને શિવ રોક્સ પ્લાન્ટ ખાતે સોંપવામાં આવ્યો હતો. આ મામલે ખાણ-ખનિજ વિભાગ દ્વારા મુદ્દામાલ જપ્ત કરી આગળની નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ તપાસ કામગીરીમાં નિખિલભાઈ, આનંદભાઈ, યશભાઈ અને રજનીકાંતભાઈ સહિતની ટીમ જોડાઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application