BREAKING NEWS

જામનગરમાં ચારણ સમાજનો પરંપરાગત સમૂહ રાસ યોજાયો

  • October 28, 2026 03:10 PM 

જામનગરમાં ચારણ સમાજનો પરંપરાગત સમૂહ રાસ યોજાયો

​​​​​​​


​​​​​​​શરદ પૂનમના પાવન અવસરે જામનગરમાં શ્રી સોનલ શક્તિ યુવા ગ્રુપ દ્વારા ચારણ સમાજના પરંપરાગત સમૂહ રાસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર-દ્વારકા હાઈવે પર જામ ખંભાળિયા બાયપાસ નજીક સાંઢિયા પુલ પાસે યોજાયેલા આ રાસોત્સવમાં ચારણ સમાજના ભાઈ-બહેનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉત્સાહભેર ભાગ લીધો હતો. માતાજીની આરાધના સાથે યોજાયેલા આ રાસોત્સવમાં સમાજના ભાઈ-બહેનોએ પરંપરાગત ચારણી રાસની રમઝટ બોલાવી હતી. જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિ અને સંસ્કૃતિના રંગે રંગાઈ ગયું હતું. આ કાર્યક્રમમાં જાણીતા કલાકારો અભયદાન ગઢવી, દેવલ ગઢવી સહિતના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મઢડાથી ખાસ ગીરીશ આપાએ પણ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. આ સમગ્ર આયોજન શ્રી સોનલ શક્તિ યુવા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું. ગગુભાઈ ગઢવી સહિતના આયોજકોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. શરદ પૂનમની રઢિયાળી રાતે યોજાયેલા આ ભવ્ય રાસોત્સવમાં ચારણ સમાજની પરંપરા, સંસ્કૃતિ અને એકતાની સુંદર ઝલક જોવા મળી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application