BREAKING NEWS

બોઘરા, દોશી, ઠાકર અને ભારદ્વાજના નવી દિલ્હીમાં ધામા, પાટીલ સાથે ખાનગી મિટિંગ; વિધાનસભા ચૂંટણી પૂર્વે નવા રાજકીય સમીકરણોની ચર્ચા

  • October 28, 2026 03:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી પહેલા રાજકોટના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. રાજકોટ ભાજપના જૂથમાં ચાલતી અંદરોઅંદરની ખેંચતાણ વચ્ચે શહેરના ચાર દિગ્ગજ નેતાઓ એક સાથે દિલ્હીમાં દેખાતા ભાજપના વર્તુળોમાં ચર્ચાએ જોર પકડ્યું છે.

વિશેષમાં પ્રાપ્ત વિગત મુજબ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ભરત બોધરા, પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ નીતિન ભારદ્વાજ, પૂર્વ મેયર મુકેશ દોશી અને પૂર્વ સ્થાયી ચેરમેન જયમીન ઠાકર હાલ નવી દિલ્હીના પ્રવાસે છે. આ ચારેય નેતાઓએ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ સાથે ખાનગી મુલાકાત કરી હોવાના ફોટો પણ સામે આવ્યા છે.

પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજયભાઈ રૂપાણીના નિધન બાદ લાંબો સમય સુધી નિષ્ક્રિય રહેલા નીતિન ભારદ્વાજ છેલ્લા છ મહિનાથી સક્રિય થયા છે ત્યારે અચાનક જ ચારેય નેતાઓનું એક મંચ પર આવવું એ અનેક તર્ક-વિતર્ક સર્જે છે.

રાજકોટ શહેર ભાજપમાં હાલ વન મેન કી કહી શકાય તેવા દિગ્ગજ નેતા રહ્યા નથી ત્યારે અલગ-અલગ જૂથો વચ્ચે વર્ચસ્વની લડાઈ ચાલી રહી છે ત્યારે ભરત બોધરા, મુકેશ દોશી જેવા અનુભવી અને સંગઠનમાં પકડ ધરાવતા નેતાઓનું દિલ્હી જવું અને સી.આર. પાટીલને મળવું એ આગામી વિધાનસભા ચૂંટણી માટે ટિકિટની દાવેદારી અને નવા જૂથના નિર્માણના સંકેત માનવામાં આવી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે આ દિલ્હી મુલાકાત બાદ રાજકોટ ભાજપમાં કેવા નવા સમીકરણો રચાય છે.

ઉપરોક્ત ચારેય નેતાઓએ પાટીલ સાથે ખેંચાવેલી તસવીર ભાજપમાં ચર્ચાનો વિષય બની છે ત્યારે એવા સવાલો ઉઠી રહ્યા છે કે પાટીલ સાથેની તસવીર વાયરલ થઇ છે કે હેતુપૂર્વક વાયરલ કરી પ્રતિસ્પર્ધીઓને મેસેજ આપવા પ્રયાસ કરાયો છે ? તેવા સવાલો ઉઠી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application