જામનગર : દિવાળી પર્વ નિમિત્તે એસ.ટી.ડીવીઝન દ્વારા એકસ્ટ્રા બસ દોડશે
દિવાળીના પવિત્ર તહેવારોને ધ્યાને રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના જામનગર વિભાગ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં મુસાફરો પોતાના વતન સરળતાથી આવી-જઈ શકે તે માટે વિશેષ એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે.
જામનગર એસ.ટી. વિભાગ દ્વારા તા.૦૪/૧૧/૨૦૨૬ થી તા.૨૪/૧૧/૨૦૨૬ દરમિયાન વિશેષ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે. આ તહેવારો દરમિયાન મુસાફરોની સુવિધા અર્થે ડેપો ખાતેથી એક્સ્ટ્રા બસોનું એડવાન્સ બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, એક જ ગ્રુપના ૫૧ કે તેથી વધુ મુસાફરો ગ્રુપ બુકિંગ કરાવશે તો એસ.ટી. નિગમ દ્વારા ખાસ એક્સ્ટ્રા બસની સુવિધા પૂરી પાડવામાં આવશે.
જેથી ઉપરોક્ત દિવાળી તહેવારો દરમિયાન જાહેર જનતાને એસ.ટી.નિગમની આ એક્સ્ટ્રા બસ સેવાઓનો વધુમાં વધુ લાભ લેવા વિભાગીય નિયામકશ્રી, એસ.ટી. જામનગર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.