BREAKING NEWS

જામનગર​​​​​​​ : જામજોધપુર પંથકમાં સગીરા પર દુષ્કર્મ: વાડીમાલિકના પુત્રની ધરપકડ કરાઇ

  • October 28, 2026 03:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર​​​​​​​ : જામજોધપુર પંથકમાં સગીરા પર દુષ્કર્મ: વાડીમાલિકના પુત્રની ધરપકડ કરાઇ

​​​​​​​
જામજોધપુર પંથકમાં સગીરા પર દુષ્કર્મનો વધુ એક બનાવ સામે આવતા ચકચાર ફેલાઇ છે, આ વિસ્તારમાં શ્રમિક પરિવારની સગીરા પર દુષ્કર્મ આચર્યાની વાડી માલિકના પુત્ર સામે ફરીયાદ કરવામાં આવતા સ્થાનીક પોલીસે તપાસ કરીને આરોપીને ઝડપી લઇ રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.

આ અંગેની જાણવા મળતી વિગત મુજબ જામજોધપુર તાલુકાના એક ગામની વાડિમાં મજુરી કામ કરતા શ્રમિક પરિવારની ૧૩ વર્ષની સગીરા સાથે વાડી માલિકના પુત્ર નિલેશ ડાંગરે દુષ્કર્મ આચર્યાનું બહાર આવતા ભોગ બનનારની માતા દ્વારા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને આ ફરીયાદ નોંધાવવામાં આવી હતી. ફરીયાદ આધારે આરોપી વિરુઘ્ધ ગુનો દાખલ કરી જામજોધપુર પોલીસ દ્વારા તાકીદે તપાસ કરીને આરોપી વાડી માલિકના પુત્રને દબોચી લીધો હતો.

આરોપીની વધુ પુછપરછ અને તપાસ અનુસંધાને રીમાન્ડની માંગણી સાથે આજે કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો, બીજી બાજુ સગીરાને સારવારમાં ખસેડાઇ છે અને મેડીકલ ચકાસણી સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અંગેની તપાસ જામજોધપુરના પીઆઇ શેખ, રાઇટર હરેશભાઇ સહિતની ટીમ દ્વારા ચલાવવામાં આવી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ જામજોધપુર પંથકમાં દુષ્કર્મની બે જુદી જુદી ફરીયાદ નોંધાઇ હતી અને વધુ એક મામલો પોલીસ મથકે પહોચતા ચકચાર મચી ગઇ છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application