કેનેડી ગામે જુગારનો અખાડો પકડી પાડતી દ્વારકા એલસીબી
રોકડ ૫૧,૦૦૦, ૭ મોબાઇલ સહિત ૮૨૦૦૦ મુદામાલ કબજે
દ્વારકાના એસપી જયરાજસિંહ વાળાએ જિલ્લામાં દારૂ, જુગાર જેવી અસામાજીક પ્રવૃતિ કરતા ઇસમો ઉપર સખ્તાઇથી કાર્યવાહી કરવા માટે સુચના આપેલ જે અનુસંધાને એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.એચ.દોશીની રાહબરી હેઠળ પીએસઆઇ બી.એન.દેવમુરારી તેમજ અન્ય સ્ટાફ સાથે ઉપરોકત બાબતે કાર્યરત હતા.
તે દરમ્યાન એલસીબીના એએસઆઇ કિશોરભાઇ નંદાણીયા, ડાડુભાઇ જોગલ, તથા હેડ. કોન્સ. ખીમાભાઇ કરમુરને અગાઉથી સંયુકત બાતમી મળેલ કે દેવશી ગોવિંદભાઇ રાઠોડ (કેનેડી ગામ) ની સીમમાં આવેલ પોતાના કબજા ભોગવટાના ખેતરમાં આવેલ ઓરડીમાં બહારથી માણસો ભેગા કરી લાઇટ, પાણી અને જુગારના સાધનોની વ્યવસ્થા પુરી પાડી નાલ ઉઘરાવી ગંજીપતાના પાના તથા પૈસા વતી નસીબ આધારિત પૈસાની હારજીતનો જુગાર રમી-રમાડી જુગારનો અખાડો ચલાવે છે તેવી હકીકતના આધારે રેઇડ કરતા દેવશી ગોવિંદભાઇ રાઠોડ, પરસોતમ નાનજીભાઇ કણજારીયા, રતના જેઠાભાઇ કણજારીયા, જયેશ ટપુભાઇ કણજારીયા, ગોપાલ હીરાભાઇ ખાણધર, ગોપાલ કાનાભાઇ કણજારીયા, ગોપાલ પ્રેમજીભાઇ ડાભી તથા કરસન અરજણભાઇ ચોપડા (તમામ રહે. કેનેડી ગામ) તમામને અખાડામાં જુગાર રમતા પકડી પાડી પીઆઇએ કલ્યાણપુર પોલીસ સ્ટેશન ખાતે ગુનો રેકર્ડ કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
આ દરોડામાં આઠ આરોપીઓ સહિત રોકડ રૂ. ૫૧,૫૦૦ તેમજ ૭ મોબાઇલ કિંમત રૂ. ૩૦૫૦૦ સહિત કુલ ૮૨ હજારનો મુદામાલ પકડી પાડેલ છે.