દ્વારકા એસપી જયરાજસિંહ વાળાએ ગુનાના નાસતા ફરતા આરોપીઓ તથા કોર્ટના સજા પામેલ વોરંટની ૧૦૦ ટકા બજવણી કરવા કડક સુચના આપવામાં આવેલ જે અનુસંધાને મદદનીશ પો. અધિક્ષક પ્રખરકુમારે નાસતા ફરતા આરોપી તથા કોર્ટમાં સજા પામેલ વોરંટ તથા વોરંટના આરોપીઓને શોધી કાઢવા સુચના તથા માર્ગદર્શન આપેલ. સ્પે. જજ (પોકસો) એન્ડ બીજા એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજની કોર્ટના પોકસો કેસના કામના આરોપી નિરંજન રોહીતભાઇ ગૌતમ રહે. ઉતરપ્રદેશવાળો કોર્ટના ટ્રાયલ દરમ્યાન ગેરહાજર રહી છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો હોય અને કોર્ટ દ્વારા સીઆરપીસી કલમ ૮૨, ૮૩ મુજબની કાર્યવાહી કરેલ છે. તેમ છતાં આરોપી કોર્ટમાં ટ્રાયલથી બચવા નાસતો ફરતો હોય, હાજર થયેલ ન હોય જેથી કોર્ટ દ્વારા વોરંટ જાહેર કરી જે અનુસંધાને ભાણવડ પોલીસ સ્ટેશનના પીઆઇ વી.કે. કોઠીયાએ પીએસઆઇ પી.એમ.ગોરફાડ તથા સર્વેલન્સ સ્ટાફની ખાસ ટીમ બનાવી કામગીરી હાથ ધરવામાં આવેલ અને પોલીસ હેડ કો. જીતુભાઇ જામ, ઘણા લાંબા સમયથી ટેકનીકલ એનાલીસીસ કરી હાલ આરોપી દિલ્હી ખાતે હોવાની ચોક્કસ હકીકત મળતા પીએસઆઇ તથા સર્વેલન્સ સ્ટાફના જયદેવસિંહ જાડેજા તથા જીતુભાઇ જામની ખાસ ટીમ બનાવી સ્પે. કોર્ટના નિરંજન રોહિતભાઇ ગૌતમ નામવાળા આરોપીને દિલ્હી ખાતે પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.