જામનગરમાં વોકલ ફોર લોકલના સંકલ્પ સાથે સ્વદેશી મેળાનો પ્રારંભ
શોપીંગ ફેસ્ટીવલમાં સ્થાનિક ઉત્પાદકોની સ્વદેશી વસ્તુઓના વિવિધ સ્ટોલ : રાત્રીના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન: રાઇડસ માટે પણ અરજી મંગાવાઇ
જામનગરમાં વોકલ ફોર લોકલના સંકલ્પ સાથે સ્વદેશી મેળાનો પ્રારંભ થયો છે. આ શોપીંગ ફેસ્ટીવલમાં સ્થાનિક ઉત્પાદકોની સ્વદેશી વસ્તુઓના વિવિધ સ્ટોલ રાખવામાં આવ્યા છે. રાત્રીના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તદઉપરાંત બાળકોની રાઇડસ માટે પણ અરજી મંગાવાઇ છે.
રાજય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ તથા ગુજરાતી શહેરી આજીવિકા મીશન અંતર્ગત જામનગર મહાનગરપાલીકા દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડમાં આયોજીત આયોજીત સ્વદેશી મેળા-શોપીંગ ફેસ્ટીવલનો તા.૨૬ ઓકટોબરના મેયર મોનીકાબેન વ્યાસના હસ્તે પ્રારંભ થયો હતો. આ તક દેશભકિતના ગીતનો ભવ્ય રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો. આગામી ૬ નવેમ્બર સુધી આ મેળો ચાલશે. આ પ્રસંગે મેયરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્વભાઇ મોદીના આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલ સંકલ્પને સાકાર કરવા સ્વદેશી મેળો એક મહત્વ૫ૂર્ણ માઘ્યમ છે. આ પ્રકારના આયોજનથી સ્થાનિક કારીગરો, નાના વેપારીઓ અને મહીલા સ્વસહાય જૂથોને યોગ્ય પ્લેટફોર્મ અને પ્રોત્સાહન મળે છે અને તેઓને આત્મનિર્ભર બનવાની ઉતમ તક પૂરી પાડે છે. આ તકે તેમણે શહેરીજનોને મેળાની મુલાકાત લઇ સ્થાનિક ઉત્પાદનોની ખરીદી કરી સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવા અનુરોધ કર્યોે હતો.
આ મેળો દરરોજ સવારે ૧૦ થી રાત્રીના ૧૦ સુધી ખુલ્લો રહેશે. જેમાં સ્વસહાય જૂથો, સખી મંડળો, સ્થાનિક કલાકારો, હસ્ત કલાકારો, શહેરી ફેરિયાઓ તથા નાના વેપારીઓને પોતાના સ્વદેશી ઉત્પાદનો અને હસ્તકલાની વસ્તુઓના વેચાણ અને પ્રદર્શન માટે પ્લેટફોર્મ પું પાડવામાં આવ્યું છે. શહેરીજનોને ખરીદી સાથે મનોરંજન પું પાડવાના હેતુથી મેળા દરમ્યાન રાત્રીના સમયે વિવિધ આકર્ષક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયળોજન કરાયું છે જેમાં ૨૮ ઓકટોબરના ભજન જેમીંગ,૩૦ ઓકટોબરના મ્યુઝીકલ ઇવનીંગ, ૧ નવેમ્બરના ગમતાંનો કરીએ ગુલાલ, ૩ અને ૫ નવેમ્બરના શહેરીજનો માટે સરપ્રાઇઝ પરફોર્મન્સનું આયોજન કરાયું છે. તદઉપરાંત મેળાની મુલાકાતે આવતા બાળકોને મનોરંજન મળી રહે તે માટે નાની રાઇડસ માટે પણ અરજીઓ મનપા દ્વારા મંગાવવામાં આવી છે.
મેળાના ઉદઘાટન પ્રસંગે ધારાસભ્ય દીવ્યેશભાઇ અકબરી, ડે.મેયર રાકેશભાઇ ડેર, સ્ટેન્ડીંગ ચેરમેન ધીરેનકુમાર મોનાણી, કમિશ્ર્નર દીપેશ કેડીઆ, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, શાસક પક્ષના નેતા અમરભાઇ મોદી, દંડક પ્રવીણાબેન રૂપડીયા, સાંસ્કૃતિક સમિતિના ચેરમેન હર્ષાબા જાડેજા, નગર પ્રા.શિક્ષણ સમિતિના ચેરમેન પરષોતભાઇ કકનાણી, પોરબંદર જિલ્લા પ્રભારી ડો.વીમલ કગથરા, શહેર ભાજપ મહામંત્રી ભાવેશ કાનાણી, મૃગેશ દવે, વિજયસિંહ જેઠવા, નાયબ કમિશ્ર્નર દેવેન્દ્વસિંહ ઝાલા સહીતના અન્ય નગરસેવકો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.