BREAKING NEWS

દુષ્કાળગ્રસ્ત જામનગરમાં પ્યાસી ધરતીના બીહામણા દ્રષ્યો દેખાવા લાગ્યા

  • October 27, 2026 11:03 AM 

દુષ્કાળગ્રસ્ત જામનગરમાં પ્યાસી ધરતીના બીહામણા દ્રષ્યો દેખાવા લાગ્યા

જામનગર જિલ્લાને આખરે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે ત્યારે શહેરમાં એસ.ટી.બસ સ્ટેન્ડ પાસેનું તળાવ સુકુભઠ્ઠ બનતા અને પાછલું તળાવ પણ ખાલી થતાં દુકાળના બિહામણા દ્વશ્યો જોવા મળી રહ્યા છે. 

એલર્ટ: દુકાળમાં ગંભીર જળસંકટને પહોંચી વળવા વહીવટી તંત્ર એકશન મોડમાં, પાણીનો બિનજરૂરી વેડફાટ અટકાવવો અત્યંત જરૂરી 

દુષ્કાળગ્રસ્ત જાહેર થતાં જ જામનગરમાં પાણી બચાવવા કવાયત શરૂ

આગામી દીવસોમાં બાંધકામ સહીતના કડક નિયંત્રણની પણ શકયતા: ઉચ્ચ અધિકારીઓએ કહ્યું સરકાર તરફથી હજુ કોઇ ગાઇડલાઇન આવી નથી

જામનગર સહીત ચાર જિલ્લાને ગઇકાલે મુખ્યમંત્રીએ દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે. આથી જામનગરમાં પાણી બચાવવા તંત્ર દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે. દુકાળમાં ગંભીર જળસંકટને પહોંચી વળવા વહીવટી તંત્ર એકશન મોડમાં આવ્યું છે. આથી આગામી દીવસોમાં બાંધકામ સહીતના કડક નિયંત્રણની પણ શકયતા છે. પરંતુ હજુ સુધી સરકાર તરફથી કોઇ ચોકકસ ગાઇડલાઇન આવી ન હોવાનું ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું છે.

જામનગર જિલ્લામાં ચાલુ વર્ષે મેઘરાજા મનમૂકીને ન વરસતા ખૂબ જ અપૂરતો વરસાદ નોંધાયો છે. આથી પાક અને પાણીનું ચિત્ર ખૂબ જ ધુંધળું બન્યું છે. જિલ્લાના મોટાભાગના જળાશયો સૂકાભઠ્ઠ મેદાન બન્યા છે. આટલું જ નહીં સિંચાઇ માટે પાણી બંધ છે. હાલમાં શહેર અને જિલ્લામાં સૌની યોજના હેઠળ નર્મદાના નીરનું વિતરણ કરી ગાડું ગબડાવામાં આવી રહ્યું છે. બીજી બાજુ સિંચાઇ માટે પાણીની માંગ સાથે ખેડૂતો વિરોધ પ્રદર્શન અને દેખાવ કરી રહ્યા છે. આ સ્થિતિમાં વીજ સંકટ પણ ઘેરૂ બન્યું હોવાના અહેવાલ છે. ત્યારે આ કપરી સ્થિતિને ઘ્યાને લઇ ગઇકાલે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્વ પટેલે જામનગર, દ્વારકા સહીત પોરબંદર અને કચ્છ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે. આટલું જ નહીં ખેડૂતોને સહાયની  ઘોષણા પણ કરી છે. ત્યારે જામનગર જિલ્લો દુષ્કાળગ્રસ્ત જાહેર થતાં જ જિલ્લા વહીવટી તંત્ર એકશન મોડમાં આવ્યું છે. આટલું જ નહીં પાણી બચાવવાની કવાયત તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે.

તદઉપરાંત દુષ્કાળની સ્થિતિમાં ગંભીર જળસંકટને પહોંચી વળવા પાણીનો વેડફાટ કેમ અટકાવવો તથા પાણી કેમ બચાવવું તે અંગે સંબધિત ઉચ્ચ અધિકારીઓ દ્વારા મીટીંગનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યાનું જાણવા મળ્યું છે. બીજી બાજુ જિલ્લો દુકાળગ્રસ્ત જાહેર થતાં આગામી દીવસોમાં બાંધકામ સહીત અન્ય કડક નિયંત્રણો પણ આવવાની શકયતા નકારી શકાતી નથી. જો કે, આ અંગે સરકાર દ્વારા હજુ કોઇ ચોકકસ ગાઇડલાઇન આવી નથી.

જામનગર જિલ્લા કલેકટર પરિમલ પંડયાએ જણાવ્યું હતું કે, જિલ્લાને દુષ્કાળગ્રસ્ત  સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. પરંતુ હજુ બાંધકામ પર પ્રતિબંધ કે અન્ય કોઇ નિયંત્રણી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી નથી. જો કે, વધુ ને વધુ પાણી કેમ બચાવવું તે દીશામાં પ્રયાસો અને કામગીરી શરૂ કરી સંબધિત વિભાગો અને અધિકારીઓને સૂચના આપવામાં આવી રહી છે. જયારે મહાપાલીકાના કમિશ્ર્નર દીપેશ કેડીયાએ જણાવ્યું હતું કે, શહેરમાં પાણીનો વેડફાટ કેમ બંધ થાય અને પાણીનો બચાવ કેવી રીતે થાય તે માટે અધિકારીઓ સાથે મીટીંગ કરી આયોજન કરવામાં આવી રહ્યું છે. જો કે, શહેરમાં બાંધકામ કે અન્ય પ્રતિબંધ માટે હજુ સરકાર તરફથી કોઇ ગાઇડલાઇન જાહેર કરવામાં આવી નથી. તેમણે દુષ્કાળની સ્થિતિમાં પાણીનો મહતમ બચાવ કરવા શહેરીજનોને અનુરોધ કર્યો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application