BREAKING NEWS

જામનગરમાં શરદપૂનમે આહીર યુવા ગ્રુપ દ્વારા યોજાયો ભવ્ય રાસોત્સવ

  • October 28, 2026 02:29 PM 

જામનગરમાં શરદપૂનમે આહીર યુવા ગ્રુપ દ્વારા યોજાયો ભવ્ય રાસોત્સવ

પૂનમબેન માડમ, મુળુભાઇ બેરા, હેમતભાઇ ખવા, વિક્રમભાઇ માડમ સહિતના આહીર સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિ: પરંપરાગત વસ્ત્રોમાં પારિવારિક રાસોત્સવ ખીલી ઉઠ્યો: ૬૧૧ દાતાઓના કરાયા સન્માન

પરંપરા અને પ્રકાશનું પર્વ શરદોત્સવ નિમિત્તે જામનગરમાં આહીર યુવા ગ્રુપ દ્વારા દર વર્ષની પરંપરા અનુસાર આ વર્ષે પણ શરદોત્સવનું જબરદસ્ત આયોજન કરવામાં આવ્યું હતું. વડીલોની હાજરીમાં ભગવાન શ્રી કૃષ્ણ અને માતાજીની આરાધના અને દીપ પ્રાગટ્ય કરી  કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. બાદમાં રાસ ગરબાની રમઝટ જામી હતી.

ઇતિહાસમાં કહેવાયું છે કે શરદપૂર્ણિમાની શીતળ ચાંદનીની મધભરી રાતે ભગવાન શ્રીકૃષ્ણએ વૃદાવનમાં યમુના તટે વાસંળી વગાડી શ્રીકૃષ્ણ-ગોપીઓની રાસલીલા રમી હતી. જેને આજે પણ અકબંધ રાખવા માટે આહીર યુવા ગ્રુપ દ્વારા દ્વારા લગભગ છેલ્લા ૨૫ વર્ષથી શરદપૂર્ણિમાની રાતે ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવે છે.  જામનગર શહેર અને આજુબાજુ વસતા આહીર પરિવારના લોકો રાસની મોજ માણી શકે અને ભાઈચારાની ભાવના વિકસે સાથે એક બીજાને મદદ થવાનો ભાવ ખીલે તે માટે આ આયોજન દર વર્ષે કરાઇ છે.જેમાં આ વખતે આયોજન ના ૨૫ વર્ષ પૂર્ણ થતાં રજત જયંતિ મહોત્સવ તરીકે મનાવવામાં આવ્યો.

જેમાં કલાકાર પ્રવીણ બારોટ અને શ્રુતિ દુધરેચિયા અને મયુરી આહીર સુર સંગીતની રમઝટ બોલાવી હતી. આ વેળાએ ગીત-સંગીત અને રાસ-ગરબાનો સોહામણો સંગમ જોવા મળ્યો હતો. બહેનો અને ભાઈઓ માટે અલગ અલગ રાસ યોજાયો હતો. જેમાં લોકોએ આનંદ માણ્યો હતો. માન, મર્યાદા, મોભો અને બલિદાન માટે બિરદાવાતા આહીર સમાજની યુવા પેઢીએ આજે આ આધુનિક યુગમાં સમાજની પરંપરાને જાળવી રાખી છે. જેના આહીર સમાજના રાસોત્સવ દરમિયાન દર્શન થયા હતા. મોટી સંખ્યા સમાજની બહેનોએ પરંપરાગત વસ્ત્રો અને આભૂષણો પરિધાન કરી રાસ લેતા અલોકિક દ્ર્શ્યો સર્જાયા હતા.

આ પ્રસંગે આહીર સમાજના અગ્રણી અને પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. જેમાં આહીર સમાજના મોભી  યુવા ધારાસભ્ય  હેમંતભાઈ ખવા,ડે મેયર રાકેશભાઈ ડેર, મુળુભાઇ કંડોરીયા, પ્રવીણભાઈ માડમ, કોર્પોરેટર રિદ્ધિસ ડેર મીથીલ માડમ, રાજુ કરમુર, મેરામણભાઇ ભાટું, વશરામભાઈ રાઠોડ, મહેશભાઇ નંદાણીયા, ભાવેશભાઇ ગાગીયા, પરબતભાઈ ચાવડા, નગાભાઈ નંદાણીયા,  રાહુલભાઈ બોરીચા,બિપિન ભાઈ ખીમણીયા, કરસનભાઈ કરમુર, રાજુભાઈ ગાગીયા, મેરૂભાઈ માડમ, વિક્રમભાઈ ચાવડા અને ગીરીશભાઈ ગોજીયા, ગિરીશ ડેર, રામભાઈ ગોજીયા, પ્રો. નંદાણીયા, પ્રો.બંધિયા પ્રો. ભીમસીભાઇ, પૂર્વ સમાજ કલ્યાણ અધિકારી ડાડુંભાઈ અંબાલિયા, એસ. એમ બાઈડિયાવાદર, ડો રામ, ડો જયેશ સોલકી  ડો વિપુલ કરમુર, ચનાભાઈ બેલા, લાખાભાઈ  પિંડરિયા, હેમંતભાઈ આંબલીયા, હરદાસભાઇ કંડોરીયા, રણમલભાઈ કાંબરીયા આ ઉપરાંત મહિલા અગ્રણી અમિતાબેન બંધીયા, મીસીસ રામ, પૂનમબેન ગાગલિયા અને શોભનાબેન સહિતના અગ્રણીઓએ હાજરી આપી કાર્યક્રમને દીપાવ્યો હતો.

કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય હેમંતભાઈ ખવા, પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ અને પૂર્વ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે ઇનામ વિતરણ કરી ખેલૈયાઓને પ્રોત્સાહિત  કરવામાં આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે આહીર યુવા ગ્રુપના પ્રમુખ સંજયભાઈ કાંબરિયાની આગેવાની હેઠળ આહીર યુવા ગ્રુપના સભ્યો અને સમાજના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. તેમ મીડીયા સમિતિના સુરેશભાઇ વશરા અને હિતેશભાઇ ગાગલીયાની યાદીમાં જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application