BREAKING NEWS

જામનગરમાં તાપમાનનું ચલક-ચલાણું

  • October 27, 2026 12:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં તાપમાનનું ચલક-ચલાણું

ગઇકાલે ચાર ડીગ્રી ઘટાડો થયા બાદ આજે ફરી ચાર ડીગ્રીનો વધારો

જામનગર શહેરમાં ગઇકાલે જાણે ઠંડીનો ડોળ શરૂ થયો હોય તેમ મહતમ તાપમાન ૩૨.૫ ડીગ્રી નોંધાયુ હતું. અને શહેરભરમાં વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થયો હતો પરંતુ ઠંડી અને ગરમી વચ્ચે જાણે ચલક ચલાણુ રમાઇ રહ્યું હોય તેમ આજે વળી પાછુ મહતમ તાપમાનનો પારો ૩૬.૪ ડીગ્રીએ પહોંચ્યો છે. એક જ દિવસમાં ૩.૯ ડીગ્રીનો વધારો નોંધાયો છે. 

કંટ્રોલ‚મના જણાવ્યા અનુસાર મહતમ તાપમાન ૩૬.૪, લઘુતમ ૨૧.૫, ભેજ ૭૦ ટકા, પવનની ગતિ ૩ પ્રતિ કિ.મી. રહેવા પામી છે. ગઇકાલે જામનગરમાં મહતમ તાપમાન ઘટીને ૩૨.૫ ડીગ્રી સેલ્સીયસ નોંધાયુ હતું. જયારે લઘુતમ તાપમાન ૨૨.૨ ડીગ્રી નોંધાયુ હતું. તાપમાનના ઘટાડાને લીધે બપોરની ગરમીની તીવ્રતા ઓછી થવા પામી હતી અને ગઇકાલે વહેલી સવારે હળવી ઠંડક અનુભવાઇ હતી.

ગઇકાલ કરતા આજે એક જ દિવસમાં મહતમ તાપમાનમાં ૩.૯ ડીગ્રીનો વધારો નોંધાતા ગરમી પાછી ચાલુ થઇ હોય એવો અહેસાસ થઇ રહ્યો છે. છેલ્લા ઘણા દિવસથી આસો માસ ચાલી રહ્યો હોવા છતાં ડંડીના બદલે આકાશમાંથી ગરમી વરસી રહી છે, ગઇકાલે એક જ દિવસ તાપમાનનો પારો ઘટતા શિયાળાનો અહેસાસ થયો હતો પરંતુ વળી પાછો ગરમીનો પારો વધતા જૈસે થે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. 

જામનગર સહિત સમગ્ર હાલારમાં બપોરે આકરો તાપ વરસી રહ્યો છે, આસો મહિનાના એક અઠવાડિયા બાદ પણ હજુ ઠંડી શરૂ થઇ નથી, વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. જામનગરની સાથોસાથ દ્વારકામાં પણ ગઇકાલે એક જ દિવસમાં ૩ ડીગ્રીના વધારા સાથે પારો ૩૪ ડીગ્રી સેલ્સિયસે પહોંચ્યો હતો. 

રાજય સરકાર દ્વારા જામનગર દ્વારકા સહિત ૩ જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. હાલારનાં જામનગર અને દેવભૂમિ દ્વારકામાં હજુ શિયાળો શરૂ થાય એ પહેલા જ જામનગર જિલ્લાનાં ડેમોમાં ૮.૨૬ ટકા અને દ્વારકા જિલ્લાના ડેમોમાં ૧.૧૮ ટકા જેટલુ પાણી બચ્યુ છે. ત્યારે સમગ્ર હાલારને પાણીની કટોકટીના એંધાણ અત્યારથી જ દેખાઇ રહ્યા છે. આવતા મહિનામાં વહીવટીતંત્રની પાણી બાબતે કસોટી થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application