BREAKING NEWS

શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલનું કુકર્મ, લગ્નની લાલચ આપી છ મહિના સુધી ત્યક્તા પર દુષ્કર્મ આચર્યું

  • October 27, 2026 12:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શાપર વેરાવળ પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સામે ત્યકતાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ભારે ચકચાર જાગી છે. હેડ કોન્ટેબલે લગ્નની લાલચ આપી છ મહિના સુધી યૌન શોષણ કર્યું હતું. જે અંગે પીડિતાની ફરિયાદ પરથી શાપર વેરાવળ પોલીસે દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.


દુષ્કર્મના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ શાપરમાં રહેતી ત્યકતાએ આરોપી તરીકે શાપર વેરાવળ પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હાર્દિક જગદીશભાઈ કેરાળીયાનું નામ આપતાં સ્થાનિક પોલીસે તેમના જ જમાદાર વિરુદ્ધ બીએનએસની કલમ 69 અને એટ્રોસિટી એક્ટની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.


પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર ત્યકતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણી ગત મે, 2026 માં કોઈ કેસ સંદર્ભે શાપર પોલીસ મથકે ગઈ હતી. ત્યારે તેણીનો સંપર્ક હેડ કોન્સ્ટેબલ હાર્દિક કેરાળીયા સાથે થયો હતો. બાદ એકબીજાના નંબરની આપ-લે થઇ હતી અને પરિચય આગળ વધ્યો હતો. તેણી પોતે ત્યકતા હોય અને હાર્દિક કેરાળીયાએ પોતાના પણ છૂટાછેડા થઇ ગયા હોય જેથી લગ્નની લાલચ આપી ત્યકતાને પ્રેમજાળમાં ફસાવી શાપર ગૌશાળા નજીક, અલગ અલગ હોટેલ અને ક્રેટા કારમાં દુષ્કર્મ આચર્યું હતું.


હેડ કોન્સ્ટેબલે ત્યક્તા સાથે અવાર નવાર શરીર સંબંધ બાંધી હવસ સંતોષી આખરે લગ્નનો ઈન્કાર કરી ત્યકતાને તરછોડી દીધી હતી. જેથી મામલો પોલીસમાં પહોંચ્યો હતો. જેના આધારે પોલીસે હેડ કોન્સ્ટેબલ સામે ગુનો દાખલ કર્યો હતો. સમગ્ર મામલાની તપાસ ડીવાયએસપી એસસી-એસટી સેલને સોંપવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application