દ્વારકાના ૫૦ વર્ષીય ખેલાડીએ એથ્લેટીકસમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યો
દ્વારકાના ૫૦ વર્ષીય ખેલાડીએ એથ્લેટીકસમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યો
October 27, 2026 02:09 PM
દ્વારકાના ૫૦ વર્ષીય ખેલાડીએ એથ્લેટીકસમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યો
દ્વારકાના શ્રી ભડકેશ્વર યોગ ગ્રુપ સાથે સંકળાયેલા અબોટી બ્રાહ્મણ સમાજના ધનજીભાઈ લુણાવિયાએ રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને દ્વારકા સહિત બ્રહ્મ સમાજનું ગૌરવ વધાર્યું છે. દેવગઢ બારિયાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તા. ૨૫ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ યોજાયેલી ગુજરાત સ્ટેટ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં તેમણે બે ચંદ્રકો પોતાના નામે કર્યા હતા.
સ્પર્ધામાં ૫૦ વર્ષથી વધુ વયજૂથની કેટેગરીમાં ભાગ લેનારા ધનજીભાઈ લુણાવિયાએ હાઈ જમ્પમાં શાનદાર દેખાવ કરીને ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો, જ્યારે લોંગ જમ્પમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન સાથે સિલ્વર મેડલ મેળવી બીજી સિદ્ધિ નોંધાવી હતી. તેમની આ સફળતાથી દ્વારકાના રમતપ્રેમીઓ અને બ્રહ્મ સમાજમાં આનંદની લાગણી પ્રસરી છે. ધનજીભાઈની આ સિદ્ધિ પાછળ શ્રી ભડકેશ્વર યોગ ગ્રુપના ફિટનેસ અને સ્પોર્ટ્સ ટ્રેનર ચેતનભાઈ જીંદાણીનું પણ મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. તેમની તાલીમ અને માર્ગદર્શનથી ધનજીભાઈએ રાજ્યકક્ષાની સ્પર્ધામાં પોતાની રમતકૌશલ્યનો પરિચય કરાવ્યો હતો.
વધતી ઉંમરે પણ શારીરિક તંદુરસ્તી જાળવીને રમતગમતમાં સક્રિય રહી શકાય છે, તેનો પ્રેરણાદાયી સંદેશ ધનજીભાઈ લુણાવિયાએ પોતાની સિદ્ધિ દ્વારા આપ્યો છે. તેમની આ સફળતા દ્વારકા માટે ગૌરવની બાબત બની છે.