BREAKING NEWS

દેવભૂમિ દ્વારકાની રેવન્યુ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

  • October 27, 2026 12:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકાની રેવન્યુ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

રજીસ્ટર વસીયતનામાંની એન્ટ્રી રદ્દ કરી, તકરારી કેસ મંજુર કરતો નાયબ કલેક્ટરનો હુકમ 

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના બેરાજા ગામે આવેલી ખેતીની જમીન અંગે હતો આ જમીન અંગે નોંધાયેલ વસીયતના આધારે ફેરફાર નોંધ દાખલ કરવામાં આવી હતી, તે નોંધ સામે કાંબરીયા કેશુરભાઈ સવદાસભાઈએ વાંધા અરજી રજૂ કરતાં મામલો તકરારી નોંધ તરીકે નાયબ કલેક્ટર સમક્ષ આવ્યો હતો.

કેસની રજૂઆતો મુજબ, જમીનના મૂળ ખાતેદાર સવદાસ મસરી કાંબરીયાનું અવસાન થયું હતું,ત્યારબાદ સંબંધિત જમીન અંગે નોંધાયેલ વસીયતના આધારે તેમના પુત્ર હેમંત સવદાસ કાંબરીયાના નામે ફેરફાર નોંધ દાખલ કરવામાં આવી હતી, આ નોંધ સામે કેશુરભાઈ સવદાસભાઈ કાંબરીયાએ વાંધો ઉઠાવ્યો હતો, અરજદારના વકીલએ મુખ્ય મુદ્દાઓ ઉઠાવ્યા હતા કે જમીનના મૂળ માલિકના અવસાન બાદ પરિવારના તમામ કાયદેસરના વારસદારોના હકોને ધ્યાનમાં લીધા વિના માત્ર એક જ વ્યક્તિના નામે જમીનની નોંધ દાખલ કરવાની કાર્યવાહી સામે તેમને વાંધો છે, અરજદારની રજૂઆત મુજબ, વસીયત અંગે તેમને અગાઉથી જાણ કરવામાં આવી નહોતી અને જમીનના મહેસૂલી રેકર્ડની વિગતો મેળવતાં વિવાદિત નોંધની જાણ થઈ હતી,આ નોંધ પ્રમાણિત થાય તો તેમના વારસાઈ હકો પર અસર થવાની શક્યતા અંગે તેમણે રજૂઆત કરી હતી.

અરજદાર તરફથી વસીયતની કાયદેસરતા, તેની અમલક્ષમતા અને તેના આધારે અન્ય વારસદારોને બાકાત રાખવાની કાર્યવાહી સામે વાંધા રજૂ કરવામાં આવ્યા હતા,બીજી તરફ, વસીયતના આધારે નોંધ દાખલ કરવાની તરફેણમાં સામાવાળા પક્ષે રજૂઆત કરી હતી.

કેસમાં અરજદારના વકીલ દ્વારા સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ દ્વારા પ્રસ્થાપિત કરેલા ચુકાદાઓ તેમજ લેખિત- મૌખિક દલીલો કોર્ટ સમક્ષ રજુ કરી,સમગ્ર કેસની ચર્ચા, પક્ષકારોની રજૂઆતો અને રેકર્ડના અવલોકન બાદ નાયબ કલેક્ટર, ખંભાળિયા દ્વારા અરજદારની વાંધા અરજી ગ્રાહ્ય રાખવામાં આવી, ખંભાળિયા તાલુકાના બેરાજા ગામની હકપત્રક ફેરફાર નોંધ નામંજૂર કરવામાં આવી. આ કેસમાં જામનગરના યુવા એડવોકેટ ભાર્ગવ પ્રફુલચંદ્ર મહેતા, સતીષ આર.નકુમ, સનીરાજસિંહ જાડેજા, નરેશ માંગેએ અરજદારને ન્યાય અપાવવામાં સફળતા મેળવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application