વિશ્વના શક્તિશાળી અને પ્રખ્યાત બોડી બિલ્ડરોમાંના એક ઇલ્યા ગોલેમ યેફિમચિકનું નિધન થયું છે. બોડી બિલ્ડરનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. તેના શરીરને જોઈને કોઈને અંદાજ ન હતો કે તેના શરીરમાં કોઈ બીમાર હશે.
6 સપ્ટેમ્બરના રોજ તેમની તબિયત અચાનક બગડી હતી. આ પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. યેફિમચિક કોમામાં ચાલ્યા ગયા હતા, ત્યારબાદ 11 સપ્ટેમ્બરે તેમનું અવસાન થયું હતું. યેફિમચિક માત્ર 36 વર્ષનો હતો.
યેફિમચિકની પત્નીએ જણાવ્યું કે, જ્યારે તેના પતિને હાર્ટ એટેક આવ્યો ત્યારે તેની છાતીમાં તરત જ કંપ્રેસ કરવામાં આવી. પરંતુ ધીમે ધીમે તેનું મગજ કામ કરતું બંધ કરી દીધું. યેફિમચિક કેટલો વિશાળકાય હતો તેનો અંદાજ આ વાત પરથી અંદાજ લગાવી શકાય છે કે, તેનું વજન 340 પાઉન્ડ હતું. અને તેની ઊંચાઈ 6 ફૂટ હતી. તેની છાતીનું કદ 61 ઇંચ અને દ્વિશિરનું કદ 25 ઇંચ હતું.
બોડી બિલ્ડરોને આટલા બધા હાર્ટ એટેક કેમ આવે છે?
વાસ્તવમાં, બોડી બિલ્ડરો તેમના શરીરને મેન્ટેઈન કરવા માટે એટલે કે તેમના શરીરને જાળવવા માટે સ્ટેરોઇડ્સ લે છે, જે તેમના શરીરના અંગો પર નકારાત્મક અસર કરે છે. તે જ સમયે, વધુ પડતી કસરતને કારણે, શરીરને આરામ નથી મળતો, જે સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. શરીરમાં દેખાતી હાર્ટ સંબંધિત સમસ્યાઓને અવગણવાથી પણ હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. સાથે જ ખરાબ આહાર પણ હાર્ટ એટેકનું કારણ બની શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech