BREAKING NEWS

તમે મને મેલોની તો નથી સમજી રહ્યા ને? : રાહત્પલ ગાંધીના ગળે લગાવવા પર સંદીપ દીક્ષિતનો કટાક્ષ

  • August 14, 2026 11:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહત્પલ ગાંધીએ મોદી સરકારની વિદેશ નીતિની આકરી ટીકા કરી હતી. કોંગ્રેસના નેતા સંદીપ દીક્ષિતે પણ તેમના પર કટાક્ષ કર્યેા હતો. આનાથી રાજકીય હોબાળો મચી ગયો છે, ભાજપે તેને પીએમ મોદીનું અપમાન ગણાવ્યું છે.
રાહત્પલ ગાંધીએ કહ્યું, મને ખબર નથી પડતી કે તેમને આ વિચાર કેવી રીતે આવ્યો કે ગળે લગાવવું એ જ વિદેશ નીતિ છે. દિલ્હીના માવલંકર હોલમાં આયોજિત ક્રિએટિવ કોંગ્રેસ કન્વેન્શનમાં, રાહત્પલ ગાંધીએ સ્ટેજ પર સંદીપ દીક્ષિત સાથે ગળે મળીને એકિટગં કરી હતી.કેન્દ્રીય શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશીએ પણ આની આકરી ટીકા કરી. તેમણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને પૂછયું, રાહત્પલ ગાંધી, તમે કયારે મોટા થશો? ભારતને બાલિશ નાટકોની નહીં, પરિપકવ નેતૃત્વની જર છે. શિક્ષણ મંત્રીએ કહ્યું કે લોકશાહી રીતે ચૂંટાયેલી સરકારને મજાક અને મજાક કરનાર કહેવાથી સાબિત થાય છે કે તમે તમારી ક્ષમતાથી વધુ જવાબદારીઓ નિભાવી રહ્યા છો.રાહત્પલ ગાંધી પર નિશાન સાધતા જોશીએ કહ્યું, વડાપ્રધાનનું અપમાન કરીને, તમે લાખો મતદારોનું અપમાન કરો છો જેમણે મોદીને સતત ત્રણ ઐતિહાસિક ટર્મ માટે ચૂંટા. તમે મતદારોની બુદ્ધિ પર સવાલ ઉઠાવી રહ્યા છો કારણ કે તેઓએ તમારી વંશીય રાજનીતિને નકારી કાઢી હતી. તેમણે આગળ કહ્યું, તમારી નકારાત્મક વિચારસરણીને નકારનારા નાગરિકોને કાયર કહેવું એ ફકત તમારા ઘમંડને દર્શાવે છે. લગભગ ૧૦૦ ચૂંટણી હાર પછી પણ, તમારો ઘમડં ઓછો થયો નથી.
રાહત્પલ ગાંધીએ સંદીપ દીક્ષિતને સ્ટેજ પર બોલાવ્યા અને તેમને જોરથી ગળે લગાવ્યા. તેમણે પછી કહ્યું, શું તમને લાગે છે કે ગળે લગાવવું એ જ વિદેશ નીતિ છે? આ દરમિયાન, સંદીપ દીક્ષિતે રાહત્પલ ગાંધીને રોકયા અને પૂછયું, શું હત્પં તમને એક વાત પૂછી શકું? તેમણે પછી ઉમેયુ, શું તમે મને મેલોની તો નથી સમજતા ને? સંદીપ દીક્ષિતનો કટાક્ષ ઇટાલીના વડા પ્રધાન યોર્જિયા મેલોની અને પીએમ મોદી વચ્ચેની મુલાકાતના સંદર્ભમાં કરવામાં આવ્યો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application