BREAKING NEWS

થ્રેસરના પંખામાં ચૂંદડી બાદ માથું આવી જતા યુવતીનું મોત, મોટી પાનેલીની ઘટના

  • November 04, 2026 11:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોટી પાનેલી ગામે આવેલી વાડીમાં થ્રેસર મશીનમાં માંડવી કાઢતી વખતે શ્રમિક યુવતીનો દુપટ્ટો મશીનમાં આવી જતા ખેંચાયા બાદ તેનું માથું પણ મશીનમાં આવી જતા ગંભીર ઇજા થવાથી ઉપલેટા બાદ રાજકોટ વોકહાર્ટ હોસ્પિટલ અને ત્યાંથી રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવતા તેણીનું મોત નીપજ્યું હતું. બનાવના પગલે પરિવારમાં ગમગીની છવાઈ છે.


બનાવની પ્રાપ્ત વિગત મુજબ મોટી પાનેલી ગમે રહેતી જીગુબેન દાનાભાઈ સાગઠીયા (ઉ.વ.18)ની યુવતી ગત તા.30ના રોજ ગામની સીમમાં આવેલી રાજભાઈ વસંતભાઈ ગજેરાની વાડીએ સાથી શ્રમિકો સાથે મજૂરી કામે ગઈ હતી દરમિયાન વાડીએ માંડવી ઉપાડવાનું કામ ચાલુ હોવાથી યુવતી થ્રેસરમાં કામ કરી રહી હતી એ વખતે દુપટ્ટો થ્રેસરમાં આવી જતા ખેંચાઈ હતી અને માથું પણ થ્રેસરમાં આવી જતા ગંભીર ઈજાઓ થઇ હતી. ઘટનાના પગલે કામ કરતા શ્રમિકો દોડી આવ્યા હતા અને તાકીદે સારવાર માટે ઉપલેટાની ક્રિષ્ના હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ વોકહાર્ટમાં અને ત્યાર બાદ રાજકોટ સિવિલમાં લાવતા તેણીનું મોત થયું હતું.

બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભાયાવદર પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક બે બહેન એક ભાઇમાં નાની હતી. બનાવથી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application