આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા ટૂંક સમયમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની કેબિનેટમાં સામેલ થઈ શકે છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, ભ્રષ્ટ્રાચાર અને મની લોન્ડરિંગના કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ પાર્ટીના કાર્યકરો ખૂબ જ ખુશ છે. જેલમાંથી બહાર આવતાં જ સિસોદિયાને
કેબિનેટમાં સ્થાન આપવા માટે તૈયારીઓ ચાલી રહી છે.
દિલ્હી સરકારના એક વરિ અધિકારીના જણાવ્યા અનુસાર, મનીષ સિસોદિયાને મંત્રી પરિષદમાં સામેલ કરવાનું સરળ બનશે અને તેનાથી કોઈ મોટો ફેરફાર થશે નહીં, કારણ કે આ વર્ષે એપ્રિલમાં આમ આદમી પાર્ટીના પૂર્વ મંત્રી રાજ કુમાર આનંદના રાજીનામા બાદ, ત્યાં કેબિનેટમાં એક પોસ્ટ હતી ત્યારથી તે ખાલી છે. દિલ્હીમાં મુખ્યમંત્રી સહિત વધુમાં વધુ સાત મંત્રીઓ હોઈ શકે છે. બંધારણના અનુચ્છેદ ૨૩૯એએ મુજબ, દિલ્હી કેબિનેટનું કદ વિધાનસભાના સભ્યોની સંખ્યાના ૧૦ ટકા કરતા વધારે ન હોઈ શકે. આમ, દિલ્હી વિધાનસભામાં ૭૦ સભ્યો છે અને તે મુજબ માત્ર ૭ મંત્રીઓ હોઈ શકે છે. નામ જાહેર ન કરવાની શરતે, આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓએ કહ્યું કે ૧૭ મહિનાથી વધુ સમય જેલમાં રહ્યા બાદ મુકત થયેલા મનીષ સિસોદિયાને પાર્ટીમાં સામેલ કરવાની યોજનાને સીએમ અરવિંદ કેજરીવાલ સાથે પરામર્શ કરીને અંતિમ સ્વપ આપવામાં આવી શકે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનિર્માણાધિન કેનાલની કામગીરી ઝડપથી પૂર્ણ કરો : પાણી પુરવઠા મંત્રી
May 03, 2025 03:05 PMબહેનના ફોટા ફોનમાંથી ડીલીટ કરવાનું કહેતા મિત્ર સહિતના શખ્સોનો કાકા-ભત્રીજા ઉપર હુમલો
May 03, 2025 03:04 PM‘પોરબંદરવાસીઓ, યોગ દ્વારા મેદસ્વિતામુકત બનજો’: અર્જુન મોઢવાડીયા
May 03, 2025 02:59 PMભાવેશ્ર્વર મહાદેવ મંદિરના પટાંગણમાં નવ જેટલી બેંચની સુવિધા થઈ ઉપલબ્ધ
May 03, 2025 02:57 PMપીઓકેમાં ૧૦૦૦ મદરેસા બંધ: બાળકોને અપાઈ રહી છે તબીબી સારવારની તાલીમ
May 03, 2025 02:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech