BREAKING NEWS

જામનગરમાં ફટાકડા ફોડવા જેવી બાબતમાં યુવાનની હત્યા

  • October 27, 2025 01:12 PM 


જામનગર શહેરમાં દિવાળી જેવા સપરમાં તહેવારના દિવસોમાં હત્યાની ઘટના સામે આવતાં ભારે ચકચાર  જાગી છે. ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતમાં અંધ આશ્રમ આવાસ કોલોનીના રહેણાક વિસ્તારમાં પાડોશીઓ વચ્ચે તકરાર થઈ હતી, અને એક યુવાન પર પાડોશમાં જ રહેતા પિતા પુત્ર સહિત ત્રણેય એ એક સંપ કરી યુવાનની હત્યા નિપજાવી હતી.


આ વેળાએ વચ્ચે છોડાવવા પડેલા એક યુવાનને પણ છરીના બે ઘા વાગ્યા હોવથી સારવરમાં ખસેડાયો હતો. પોલીસે મૃતક યુવાનના પુત્રની ફરિયાદના આધારે હત્યા અંગેનો અપરાધ નોંધી ત્રણેય હત્યારા આરોપીઓની અટકાયત કરી લીધી છે, અને હત્યામાં વપરાયેલી છરી કબજે કરી છે.


જામનગરમાં અંધ આશ્રમ આવાસ કોલોનીના બ્લોક નંબર ૬ પાસે તા. ૨૧ રાત્રીના ઇજા પામનાર રવિ વાલજીભાઇ દવે ફટાકડા ફોડતો હતો ત્યારે મિલનને ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી થતા ફરીયાદીના પિતાએ ઝઘડો કરવાની ના પાડી હતી દરમ્યાન મિલનના પિતા રમેશભાઇએ ફરીયાદીના પિતા મુકેશભાઈ ઉર્ફે કાનાભાઈ કાપડી નામના ૩૮ વર્ષને ઝાપટ મારી બોલાચાલી કરી હતી.


દરમ્યાન અજય કોળી જે મિલનનો મામો થાય છે તેની પાસેની છરી વડે ફરીયાદીના પિતા મુકેશભાઇને પડખાના ભાગે ઘા ઝીંકી દીધો હતો અને મમલને છરી વડે રમવને પડખામાં બે ઘા ઝીંકી ઇજા પોહચાડી હતી. આ હુમલામાં ગંભીર ઇજા પામેલા ફરીયાદીના પિતા મુકેશ ઉર્ફે કાનાભાઇનું મોત નિપજયુ હતું. 


આ બનાવની જાણ થતાં સીટી સી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે, તેમજ જી.જી. હોસ્પિટલમાં દોડતો થયો હતો, અને સમગ્ર વિસ્તારમાં ભારે ગમગીની ફેલાઈ હતી.  આ હત્યાના બનાવ અંગે મૃતક મુકેશભાઈ ઉર્ફે કાનાભાઈ કાપડીના પુત્ર સાગર કાપડી-એ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં પોતાના પિતાની હત્યા નીપજાવવા અંગે પાડોશી મિલન રમેશભાઈ ગુજરીયા, તેના પિતા રમેશભાઈ ગુજરીયા, અને અજય બાબુલાલ કોળી રહે. અંધાશ્રમ આવાસ બ્લોક ૧૮ સામે ફરિયાદ નોંધાવી હતી.

​​​​​​​
જેમાં પોલીસે ત્રણેય સામે હત્યા અંગેનો ગુન્હો નોંધ્યો હતો, અને ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જેઓ પાસેથી હત્યામાં વપરાયેલી છરી પણ કબજે કરી લેવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application