આજી જીઆઈડીસીમાં બનેલ લૂંટ વિથ મર્ડરના બનાવમાં ક્રાઈમ બ્રાન્ચ અને એલસીબીની ટીમોએ ઓપરેશન પાર પાડી માત્ર નવ કલાક જેવા ટુંકા સમયગાળામાં ૧૦ આરોપીઓને ઝડપી તમામ મુદ્દામાલ રિકરવ કર્યો છે. પોલીસની તપાસમાં લૂંટનું પ્લાનીંગ પાંચ મહિના પૂર્વેથી ચાલતું હતું.
આજી જીઆઇડીસીમાં બુધવારે સમી સાંજના તન્વી એક્ષપોર્ટના મેનેજર લાલાજીભાઇ સરધારા પર ફાયરિંગ કરી તેમની હત્યા નીપજાવી રૂ.૧.૫૩ કોરડના સોના- ચાંદીના લુંટની સનસનીખેજ ઘટના બની હતી. જે ગંભીર ઘટનાના પગલે ગુજરાત રાજયના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક, શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી ચૈતન્ય મંડલીક, ડિસીપી (કાઇમ) જગદીશ બાંગરવા, ડીસીપી હેતલ પટેલ અને એસીપી (ક્રાઇમ) બી.બી.બસીયાના માર્ગદર્શનમાં ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, એલ.સી.બી.ઝોન-૧ ની ટીમ, તેમજ સ્થાનિક પોલીસની ટીમ દ્રારા બનાવ સ્થળ કરી અલગ-અલગ ટીમો બનાવીને સી.સી.ટી.વી. કેમેરાના આધારે તપાસ શરૂ કરી હતી.
ટેકનિકલ સર્વેલન્સ આધારે લુંટમાં ઉપયોગ થયેલ ટાટા ટીગોર ગાડી બનાવ સમયે શંકાસ્પદ જણાય આવેલ જેથી આ બાબતે તપાસ કરતા બહારના રાજયની હોય જેથી બોર્ડર એરીયાના જિલ્લા પોલીસનો સંપર્ક કરી, આંતરરાજ્ય સંકલન કરી, રાજસ્થાન રાજયની અલગ અલગ જિલ્લાની પોલીસને મેસેજ કરવામાં આવ્યા હતાં. જેના આધારે ગુનામાં ઉપયોગ થયેલ ટાટા ટીગોર ગાડી રાજસ્થાનના સિરોહીના પીંડવાળા પોલીસ સ્ટેશનની પોલીસ દ્રારા ગાડીને જનાપુર સર્કલ પીંડવાળા ખાતેથી પકડી ચાર શખસોને ઝડપી પાડ્યા હતા.
તેઓની વીડીયોકોલ મારફતે પુછપરછ કરતા લુંટમાં ગયેલ મુદામાલ અન્ય બે આરોપીઓ કીયા સોનેટ ગાડીમાં લઇને નાશી ગયેલ હોવાનું જણાય આવતા કીયા ગાડી બાબતે ઉદયપુર કંટ્રોલ રૂમ મારફતે બડગાંવ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી કીયા સોનેટ ગાડી ઉદયપુરના બડગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડી પાડી બે શખ્સોને પકડી પાડ્યા હતાં. પકડાયેલ તમામ આરોપીઓની પુછપરછ કરતા લુંટના ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપીઓને કચ્છ સામખીયાણી ખાતેથી તેમજ આ બનાવમાં ટીપ આપનાર એક શખ્સને રાજકોટ ખાતેથી પકડી કુલ-૧૦ આરોપીઓની ધરપકડ કરી રિફાઇન સોનાના ઢાળિયા (આશરે ૯૪૬ ગ્રામ) રૂ.૧,૪૮,૮૦૦૦૦, રિફાઇન ચાંદીનો ડસ્ટપાવડર રૂ.૪.૩૦ લાખ, ટાટા ટીગોર કાર, કિયા સોનેટ કાર અને મોબાઈલ ફોન મળી કુલ રૂ.૧,૫૭,૬૭,૫૦૦ નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
આ અંગે માહિતી આપવા યોજાયેલી પત્રકાર પરિષદમાં વિગતો આપતા એડી. સીપી ચૈતન્ય મંડલિકે જણાવ્યું હતું. લૂંટમાં મુખ્ય સૂત્રધાર અશ્વિનીકુમાર ઉર્ફે લંકેશ મનોજસીંગ રાજપુત અગાઉ તન્વી ગોલ્ડમાં નોકરી કરતો હતો. તેને પાંચેક માસ પુર્વે કાઢી મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદથી તેણે અહીં લુંટ ચલાવવા માટેનું પ્લાનીંગ શરૂ કરી દીધું હતું. બાદમાં તેને હાલમાં તન્વી ગોલ્ડમાં કામ કરનાર શૈલેષકુમાર કર્મવીરભાઇ ખરવારે ટીપ આપતા પુલફ્રુપ પ્લાનીંગ કરી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો.
ઝડપાયેલા આરોપીઓમાં અજીતકુમાર પાંડે વિરુદ્ધ હત્યાનો પ્રયાસ, અશ્વિનીકુમાર ઉર્ફે લંકેશ રાજપુત વિરુદ્ધ હત્યાનો પ્રયાસ અને મારામારી તેમજ અનુરાગસીંગ રાજપુત સામે સાપરાધ મનુષ્ય વધના ગુનો નોંધાયેલ છે.
મુખ્ય સૂત્રધાર સહિતના તમામ ઉત્તરપ્રદેશના અશ્વિનીકુમાર ઉર્ફે લંકેશ મનોજસીંગ રાજપુત (ઉ.વ.૨૭, રહે. કમ્હરીયા ગામ,ચન્દૌલી ઉતરપ્રદેશ), અનુરાગસીંગ ઓમપ્રકાશસીંગ રાજપુત (ઉવ.૨૧, ધંધો રેપીડો ડીલવરી બોય, રહે. મીર્જાપુરગામ, બહરીયાબાદ ઉત્તરપ્રદેશ), વિસાલસીંગ વિનોદસીંગ રાજપુત (ઉવ. ૨૩ ધંધો અભ્યાસ (રહે. બીખેપુરગામ પોસ્ટ ધરીકલા, સાદિયાબાદ ઉત્તરપ્રદેશ), શીવમ ગીરીશચંદ્ર ગૃપ્તા (ઉવ.૧૯, ધંધો રેપીડો ડીલવરી બોય રહે. મખદુમપુરગામ, ગાજીપુર ઉત્તરપ્રદેશ), વેદાંત કાંત ઉર્ફે અમન રમાકાંત પાંડે (ઉવ. ૨૮ ધંધો ટ્રાન્સોર્ટ,રહે. ઓઇની ચૌબેગામ, સોનભદ્ર ઉત્તરપ્રદેશ), પનવકુમાર શિવપ્રસાદ ચૌબે (ઉવ. ૩૯, રહે. ઘુવાસમહોલ્લા,, સોનભદ્ર ઉત્તરપ્રદેશ), અરવીંદ ઉર્ફે નીરજ હરીશંકર તીવારી (ઉવ.૩૫ ધંધો ટ્રાન્સપોર્ટ, રહે. વિશુનપુરા ગામ, મિર્ઝાપુર ઉત્તરપ્રેદેશ), શૈલેષકુમાર કર્મવીરભાઇ ખરવાર (ઉવ.૩૧ રહે. મોચીબજાર, મટન-મચ્છી બજારની બાજુમાં રાજકોટ, મુળ વતન- કમ્હરીયા ગામ, ચન્દૌલી, ઉતરપ્રદેશ) અજીતકુમાર રામશપથ પાંડે (ઉ.વ.૨૪ રહે. ડેડવાલિયા ગામ, ચંદૌલી, ઉત્તરપ્રદેશ) અને શિવમ અશોક પાંડે (ઉવ. ૨૬, રહે. ડેડવાલિયા, ચંદૌલી, ઉત્તર પ્રદેશ) ની ધરપકડ કરવામાં આવી છે.
હર્ષ સંઘવીએ રાજકોટ પોલીસની પીઠ થાબડી
રાજકોટમાં બનેલી સનસનીખેજ લૂંટ વિથ મર્ડરની ઘટનાનો ભેદ ક્રાઈમ બ્રાન્ચ અને એલસીબી ઝોન-૧ ની ટીમે માત્ર ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાખીને ગુનેગારોને ઝડપી લીધા છે. પોલીસની આ પ્રશંસનીય અને અસાધારણ ઝડપી કામગીરીની કદરરૂપે રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના અત્યંત વ્યસ્ત શેડ્યૂલમાંથી સમય કાઢીને રાત્રીના સમયે અચાનક જ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની કચેરીની મુલાકાત લીધી હતી. તેમણે તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત ઓપરેશનમાં સામેલ નાનામાં નાના જવાનને રૂબરૂ મળીને અભિનંદન પાઠવ્યા હતા અને તેમની પીઠ થાબડી હતી.
લૂંટ વિથ મર્ડરના ગુનાનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલનાર ટીમ
લૂંટ વિથ મર્ડરના ગુનાને ભેદવામાં ક્રાઈમ બ્રાન્ચ અને એલસીબીની ૧૫ ટીમો કામે લાગી હતી. જેમાંક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એ.એસ.ચાવડા, લ એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ, એસઓજી પીઆઈ એન.બી.ચૌધરી, થોરાળા પોલીસ સ્ટેશના પીઆઈ એસ.પી.સોંઢા, ડીસીબી પીએસઆઇ એ.એન.પરમાર, એસ.એમ.રાણા, વી.ડી.ડોડીયા, વી.ડી.રાવલીયા, ડી.પી.ઝાલા, સી.બી.જાડેજા, તથા તમામ ટીમના માણસો તેમજ એલસીબી ઝોન-૧ પીએસઆઇ એમ.કે.મોવલીયા અને એલસીબીની ટીમે કામગીરી કરી હતી.