જામનગર : વિજરખી ગામની યુવતી ભેદી રીતે ગુમ
ધ્રોલ ખાતે સ્ટાફને લગ્નની કંકોત્રી આપવા જવાનું કહીને નિકળ્યા બાદ લાપત્તા : પરિવારમાં ચિંતા
જામનગર તાલુકાના વિજરખી ગામમાં રહેતી યુવતી ગુમ થઈ જવાની ઘટના સામે આવી છે, જેના કારણે પરિવારજનોમાં ચિંતા ફેલાઈ છે.
મળતી માહિતી મુજબ, ગુમ થયેલ યુવતી કૃપાલિબા ઈન્દ્રસિંહ જાડેજા ધ્રોલની એક ક્ધયા છાત્રાલયમાં ફરજ બજાવે છે. તેણીના લગ્ન પોતાના જ ગામના યુવક સાથે નક્કી કરવામાં આવ્યા હતા, ગત તા. ૨૭મીના રોજ કૃપાલિબાએ પોતાના ઘરેથી ધ્રોલ પોતાની લગ્નની કંકોત્રી આપવા જવાનું છે તેમ કહીને નીકળી હતી, ત્યારબાદ તે પરત ફરી નથી. પરિવારજનોએ સગા-સંબંધીઓ સહિત તમામ સંભવિત સ્થળોએ શોધખોળ કરી છતાં તેનો કોઈ પતો લાગ્યો નથી.
યુવતીએ પોતાનો મોબાઈલ ફોન પણ સ્વિચ ઓફ કરી દીધો હોવાથી તેણીના લોકેશન અંગે કોઈ માહિતી મળી શકી નથી. હાલ પોલીસમાં જાહેર થયેલી વિગતોના આધારે પંચકોશી-એ દ્વારા ગુમથનાર યુવતિની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.