BREAKING NEWS

​જામનગરમાં ભગવાન ઝૂલેલાલ જીના ૧૦૭૬માં જન્મોત્સવની ભવ્ય વધામણી: 'વેલકમ ચેટીચંડ્ર' મેળાનું ધમાકેદાર આયોજન"

  • March 14, 2026 04:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

​જામનગરમાં ભગવાન ઝૂલેલાલ જીના ૧૦૭૬માં જન્મોત્સવની ભવ્ય વધામણી: 'વેલકમ ચેટીચંડ્ર' મેળાનું ધમાકેદાર આયોજન"

"ધર્મગુરુ પરમ પુજનીય સંત શ્રી શહેરાવાલે સાંઈના સાનિધ્યમાં જામનગરનો સિંધી સમાજ ભક્તિરંગે રંગાશે : 'કટની બાલક મંડળી' મચાવશે ધૂમ"

જામનગર સિંધી સમાજ અને SSW સાંઈ પરિવાર દ્વારા ઇષ્ટદેવ ભગવાન શ્રી ઝૂલેલાલ સાઈંના ૧૦૭૬માં જન્મોત્સવ ચેટીચંડ્ર ના પાવન અવસરને વધાવવા માટે આવતીકાલે રવિવાર ૧૫ માર્ચ ૨૦૨૬ના રોજ એક ભવ્ય 'વેલકમ ચેટીચંડ્ર' મેલા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક મહોત્સવ સિંધી સમાજ ના ધર્મગુરુ ઇષ્ટદેવ ભગવાન શ્રી ઝુલેલાલ જી ના પરમ ઉપાસક પરમ પુજનીય સંત શ્રી શહેરાવાલે સાંઈના દિવ્ય સાનિધ્યમાં ધામધૂમથી ઉજવવામાં આવશે. જામનગરના ગુલાબ કુંવરબા રાજપૂત સમાજ ગ્રાઉન્ડ(નેશનલ સ્કૂલ ની બાજુમાં) ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં સમગ્ર સિંધી સમાજ એકત્રિત થઈ ભક્તિના રંગે રંગાશે.

મહોત્સવની શરૂઆત રવિવારે સાંજે ૦૬:૦૦ કલાકે નાનકપુરીથી ભવ્ય શોભાયાત્રા યોજાશે, જે શોભાયત્રા માં નાચતા ઝુમતા સૌ સિંધી જ્ઞાતિજનો કાર્યક્રમ સ્થળે પહોંચશે. ત્યારબાદ પરમ પુજનીય સંત શ્રી શહેરાવાલે સાંઈના મુખારવિંદે દિવ્ય સત્સંગ, પ્રવચન, આશીર્વચન નો લ્હાવો શ્રદ્ધાળુઓને મળશે. જે બાદ મધ્યપ્રદેશની વિખ્યાત 'કટની ની બાલક મંડળી' દ્વારા સિંધી સંસ્કૃતિના કલામ અને ભગવાન ઝૂલેલાલની સ્તુતિ અને ભજન સંધ્યા નું મ્યુઝિકલ કાર્યક્રમ થી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરવામાં આવશે.

આ ધાર્મિક ઉત્સવના જ્ઞાતિ સમૂહ ભંડારા પ્રસાદ નું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જામનગર સિંધી સમાજ અને SSW સાંઈ પરિવાર દ્વારા આ પાવન પ્રસંગે સમાજ ના સૌ જ્ઞાતિજનો ને સહપરિવાર ઉપસ્થિત રહેવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સિંધી સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખવા તેમજ સમાજમાં એકતા અને ભક્તિનો સંદેશ ફેલાવવાના ઉમદા હેતુથી યોજવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News