BREAKING NEWS

જામનગર: મોડપર પાટીયા પાસે પિસ્ટલ-કાર્ટીઝ સાથે એક શખ્સ પકડાયો

  • June 15, 2026 01:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: મોડપર પાટીયા પાસે પિસ્ટલ-કાર્ટીઝ સાથે એક શખ્સ પકડાયો

એલસીબીની કાર્યવાહી : સપ્લાયર એમપીના શખ્સનું નામ ખુલ્યુ

ધ્રોલના મોડપર પાટીયા પાસે એલસીબીની ટુકડીએ ખાખરાબેલા ગામના શખ્સને એક પિસ્ટલ અને જીવતા કાર્ટીઝ સાથે પકડી લીધો હતો, પુછપરછમાં સપ્લાયરનું નામ ખુલ્યુ છે.

જામનગર એસપી ડો. રવિ મોહન સૈની, ડીવાયએસપી ઝાલાના માર્ગદર્શન હેઠળ હથીયારધારા હેઠળના કેસો શોધી કાઢવા એલસીબી પીઆઇ વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ખેર  અને સ્ટાફ તપાસ કાર્યવાહી કરી રહયા હતા, એલસીબીના દિલીપભાઇ, મયુરસિંહ, યુવરાજસિંહ તથા રૂષીરાજસિંહને સંયુકત બાતમી મળેલ જેના આધારે પડધરી તાલુકાના ખાખરાબેલા-૫માં રહેતા વિરેન્દ્રસિંહ કિશોરસિંહ જાડેજા નામના શખ્સને ધ્રોલના મોડપર પાટીયા પાસેથી પરવાના વિનાની એક પિસ્ટલ કિ. ૨૫ હજાર અને એક જીવતો કાર્ટીઝ તથા મોબાઇલ મળી કુલ ૩૦૧૦૦ના મુદામાલ સાથે પકડી લીધો હતો.
​​​​​​​
આરોપી વિરેન્દ્રસિંહ સામે આર્મ્સ એકટ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી, અને ધ્રોલ પોલીસ સ્ટેશનને સોપી આપ્યો હતો, પુછપરછમાં હથ્યિાર સપ્લાય કરનાર મઘ્યપ્રદેશના અનિલ ભુરીયાનું નામ ખુલ્યુ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application